Home Cricket INDvENG : નાઈટ ટેસ્ટ અગાઉ સૌની નજર એસજીના પિંક બોલ પર

INDvENG : નાઈટ ટેસ્ટ અગાઉ સૌની નજર એસજીના પિંક બોલ પર

2636
0
Pink Ball Test Match at Motera Cricket Stadium
Pink Ball Test Match at Motera Cricket Stadium

Ahmedabad (SportsMirror.in) : શહેરના મોટેરા સ્ટેડિયમ (Motera Cricket Stadium) માં રમાનારી ભારતીય ધરતી પરની બીજી ડે-નાઈટ ટેસ્ટ (INDvENG) મેચનો બુધવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ મેચ અગાઉ તમામની નજર પિંક બોલ (Pink Ball) પર રહેશે, જેનો ઉપયોગ બીજીવાર જ કરાશે. ભારતીય ટીમ માટે આ ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ રહેશે.

આ અગાઉ ભારત એક ડે-નાઈટ ટેસ્ટ (INDvENG) એસજી પિંક બોલ (Pink Ball) થી ઘરઆંગણે અને બીજી એક ડે-નાઈટ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયામાં કુકાબુરા બોલથી રમી ચૂક્યું છે. ત્યારે ભારતમાં હાલ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એસ.જી. (SG Ball) બોલથી પિંક બોલ ટેસ્ટ મેચ રમાવા જઇ રહી છે.

પિંક બોલ (Pink Ball) થી ભારતમાં છેલ્લી અને એકમાત્ર ટેસ્ટ નવેમ્બર 2019માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી.

એસજી બોલના મૂવમેન્ટને કારણે તે ટેસ્ટ માત્ર 2 દિવસમાં પૂર્ણ થઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં 3 પ્રકારના બોલનો ઉપયોગ કરાય છે. જેમાંથી ડ્યૂક બોલ ઈંગ્લેન્ડમાં બને છે.

જ્યારે ભારતમાં એસજી બોલ અને ક્યારેક બાંગ્લાદેશમાં પણ તેનો ઉપયોગ કરાય છે. ત્રીજો પ્રકાર કુકાબુરા બોલનો હોય છે, જે 7 દેશ- ઓસ્ટ્રેલિયા, દ.આફ્રિકા, પાકિસ્તાન, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશમાં ઉપયોગમાં લેવાય છે.

કુકાબુરાની સીમ મશીનથી સીવવામાં આવે છે, તેથી સ્પિનરો માટે આ બોલ પર ગ્રીપ મેળવવી મુશ્કેલ હોય છે. કુકાબુરાથી વિપરીત એસજી બોલની બહારનો ભાગ, અંદરની સીમની જેમ જ હાથથી સીવવામાં આવે છે. સ્પિનર્સ માટે આ બોલ પકડવામાં સરળ રહે છે.

ડ્યૂક બોલ (Duke Ball) એસજી જેવો જ રહે છે કારણ કે તેની સીમ પર સ્પષ્ટ છે. જોકે તે માત્ર ઈંગ્લેન્ડ, વિન્ડીઝ અને આયર્લેન્ડમાં જ વપરાય છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ ટેસ્ટ (INDvENG) માં ભારતમાં ડ્યૂક બોલનો ઉપયોગ કરવાની તરફેણ કરી ચૂક્યો છે.

આ પણ વાંચો : મોટેરામાં ઈતિહાસ રચશે ઈશાંત શર્મા, રમશે પોતાના કરિયરની 100મી ટેસ્ટ

રસપ્રદ વાત એ છે કે, એક ભારતીય ઉદ્યોગપતિ દિલીપ જાજોદિયા, બ્રિટિશ ક્રિકેટ બૉલ્સ લિમિટેડ કંપનીના માલિક છે, જે ડ્યૂક્સ બોલ (Pink Ball) બને છે. તેમણે આ કંપની 1987માં ખરીદી હતી.

Author: Sarah Ali