Home IPL આ વર્ષે IPL ની નોકઆઉટ મેચ અમદાવાદમાં અને ગ્રુપ સ્ટેજની બધી મેચ...

આ વર્ષે IPL ની નોકઆઉટ મેચ અમદાવાદમાં અને ગ્રુપ સ્ટેજની બધી મેચ મુંબઈમાં થઇ શકે છે

1511
0
IPL 2021
IPL 2021

Mumbai (SportsMirror.in) : કોરોના મહામારીના કારણે ઇન્ડિયાન પ્રીનિયર લીગની 13મી સીઝન UAE માં સપ્ટેમ્બર-નવેમ્બરમાં રમાઈ હતી. પણ હવે આઈપીએલની 14મી (IPL 2021) સીઝન ભારતમાં જ રમાશે. પણ આ સીઝનની નોકઆઉટ મેચ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં થઈ શકે છે. આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સના સહ માલિક પાર્થ જિંદાલે કહી છે.

પાર્થ જિંદાલે ક્રિકેટ વેબસાઈટ ઇએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું, “જો ઇંગ્લેન્ડ ભારતનો પ્રવાસ કરી શકે છે. જો ફૂટબોલ લીગ ISL (ઇન્ડિયન સુપર લીગ) ગોવામાં થઈ શકે છે.

જો દેશના ઘણા શહેરોમાં વિજય હઝારે ટ્રોફી (વનડે ફોર્મેટ) અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (T-20 ફોર્મેટ) માં થઈ શકે છે. તો મને નથી લાગતું કે, IPLને (IPL 2021) દેશની બહાર કરાવવામાં આવી શકે છે. જોકે BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની પણ પહેલી ઇચ્છા આઈપીએલને ભારતમાં જ રમાડવાની છે.

પાર્થ જિંદાલે કહ્યું, “હું માનું છું કે IPLને (IPL 2021) બે વેન્યુમાં થવાની શક્યતા છે. એવી સંભાવના છે કે એક વેન્યુ મુંબઈ હોય શકે છે, કારણકે અહીં 3 ગ્રાઉન્ડ વાનખેડે, બ્રેબોર્ન અને ડીવાઈ પાટીલ છે. લીગના નોકઆઉટની તમામ મેચ મોટેરા (અમદાવાદ)માં થઈ શકે છે. જોકે, આ હજી કન્ફર્મ થયું નથી.”

20 વર્લ્ડકપને લઇને તેમણે કહ્યું કે, ‘મને લાગે છે કે આપણે દેશના મોટાભાગના શહેરોમાં આઈપીએલ મેચ કરાવવી જોઈએ. આ સાથે વિશ્વને પણ સંદેશ આપવો જોઈએ કે અમે ઓક્ટોબરમાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપ માટે પણ તૈયાર છીએ.

મને લાગે છે કે તેઓ (BCCI) ની હજુ રાહ જોઈ રહ્યા છે. મારું માનવું છે કે બોર્ડ દેશની કોરોનાની વર્તમાન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને તે મુજબ નિર્ણય લેશે. ‘

આ પણ વાંચો : IPL Auction : આજે ચેન્નઈમાં ખેલાડીઓનું બજાર સજશે, 164 ભારતીય સહિત 292 નામો પર લાગશે બોલી

કોરોના મહામારીના કારણે (IPL 2021) ઇન્ડિયાન પ્રીમિયર લીગની 13મી સીઝન UAE માં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે યોજાઇ હતી. જ્યા ટૂર્નામેન્ટની તમામ 60 મેચ 3 જગ્યાએ એટલે કે શારજાહ, દુબઈ અને અબુધાબીમાં રમાઈ હતી. જેમાં ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. મુંબઈ પાંચમીવાર ચેમ્પિયન બન્યું હતું.