Indore (SportsMirror.in) : ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન (Ishan Kishan) એ વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. ઇશાને ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે યજમાન મધ્યપ્રદેશ સામે 94 બોલમાં 173 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 11 સિક્સ અને 19 ફોર મારી હતી.
Top Class Innings From Ishan Kishan 173 off 94 balls with 19 fours and 11 sixes against Madhya Pradesh #VijayHazareTrophy #IshanKishan #SportsMirror pic.twitter.com/pb4x5Fv10i
— Sports Mirror India (@sportsmirror9) February 20, 2021
તેની કપ્તાની ઇનિંગ્સને કારણે ઝારખંડે 50 ઓવરમાં 422/9 નો સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં મધ્યપ્રદેશની આખી ટીમ 18.4 ઓવરમાં 98 રન પર સમેટાઇ ગઈ હતી અને તેમને 324 રનના અંતરથી શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ટોસ હારીને બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ઝારખંડની ટીમે ઓપનર ઉત્કર્ષ સિંહના રૂપમાં પ્રથમ વિકેટ જલ્દીથી ગુમાવી દીધી હતી, પરંતુ બીજો ઓપનર ઈશાન કિશન (Ishan Kishan) કંઈક અલગ જ મૂડમાં હતો. તેણે પહેલી ઓવરથી આક્રમક બેટિંગ કરવાનું શરૂ કર્યું. તેણે 40 બોલમાં ફિફ્ટી, 74 બોલમાં સદી અને 150 રન 86 બોલમાં જ પૂરા કર્યા હતા. 173 રન બનાવવા માટે તેણે માત્ર 94 બોલનો જ સામનો કરવો પડ્યો હતો. પોતાના છેલ્લા 71 રન ઈશને ફ્ક્ત 20 બોલમાં જ બનાવ્યા હતા.
ઇશાન કિશન (Ishan Kishan) ઉપરાંત વિરાટ સિંહ, અનુકુલ રોય અને સુમિત કુમારે પણ ફિફ્ટી ફટકારી હતી. પોતાની 173 રનની ઈનિંગ્સ દરમિયાન ઇશાને અનેક રેકોર્ડ પોતાને નામે કર્યા છે.
આ પણ વાંચો : T20 ક્રિકેટ માટે મારે હવે ગિયર બદલવાનું છે : ચેતેશ્વર પુજારા
રેકોર્ડ પર એક નજર:
– લિસ્ટ એ મેચમાં કોઈ પણ વિકેટકીપર કેપ્ટન (Ishan Kishan) દ્વારા સૌથી વધુ સ્કોર
– વિજય હજારે ટ્રોફીમાં વિકેટકીપર બેટ્સમેનનો બીજો સૌથી વધુ સ્કોર, 123 બોલમાં 212 રન બનાવનાર સંજુ સેમસન પ્રથમ સ્થાને
– વિજય હજારે ટ્રોફીની એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સ મારનાર બીજો બેટ્સમેન
– 422/9 ઝારખંડનો વિજય હજારે ટ્રોફી ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર