Chennai (SportsMirror.in) : ચેન્નઇમાં ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલ ટેસ્ટ સીરિઝમાં પહેલી ટેસ્ટના ચોથા દિવસે સોમવારે ટેસ્ટ કારિર્દીમાં 300 વિકેટ પુરા કરનાર ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ (Ishant Sharma) કહ્યું કે તેનું જીવન ઘણું ઉતાર ચડાવ ભર્યું રહ્યું છે.
પણ આ સમય દરમ્યાન તેણે ઘણા મેંટર મળ્યા. જેમણે તેને સ્થાનિક અને વિદેશની જમીનના દરેક માહોલમાં કઇ રીતે બોલીંગ કરવી તે શિખવાડ્યું.
3⃣0⃣0⃣th Test wicket
6⃣-wicket haul
Wicket off the first ball of the 2nd innings @ashwinravi99 & @ImIshant come together for a chat after notching up new milestones – by @RajalArora #TeamIndia @Paytm #INDvENGWatch the full interview 🎥👉https://t.co/WFveky8YnQ pic.twitter.com/9vWTnvHJhR
— BCCI (@BCCI) February 8, 2021
ઇશાંત શર્માએ (Ishant Sharma) ચોથા દિવસે રમત પુરી થયા બાદ કહ્યું કે, “ મારૂ જીવન ઘણું ઉતાર ચઠાવ વાળું રહ્યું છે. મને ઘણો અનુભવ મળ્યો. ઘણા મેંટર મળ્યા જેમણે મને ભારતની જમીન પર અને વિદેશની જમીન પર કઇ રીતે બોલીંગ કરવી તે શિખવાડ્યું છે. સ્થાનિક ક્રિકેટમાં 4 ઓવર બોલીંગ કર્યા બાદ છેલ્લા 3-4 દિવસમાં 35 ઓવર બોલીંગ કરવાથી મને થોડી તકલીફ થઇ.”
ઇશાંત શર્માએ ભારત તરફથી 300 વિકેટ લેનાર ત્રીજો ફાસ્ટ બોલર બની ગયો છે. ઇશાંત શર્માએ આ સિદ્ધી ઇંગ્લેન્ડની બીજી ઇનીંગમાં ડેનિયલ લોરેંસને આઉટ કરીને લીધી હતી.
ઇંગ્લેન્ડ ટીમે ભારતને જીત માટે 420 રનનો લક્ષ્યાંક આપ્યો છે અને દિવસની રમત પુરી થઇ ત્યારે ટીમ ઇન્ડિયા 1 વિકેટના ભોગે 39 રન કરી ચુકી હતી. આમ હવે ટીમ ઇન્ડિયાએ પહેલી ટેસ્ટ મેચ જીતવા માટે 1 દિવસમાં 381 રન બનાવવાના છે.
ઇશાંતે (Ishant Sharma) કહ્યું કે, “જો અમે 5માં દિવસે સારી શરૂઆત કરીશું તો લક્ષ્યાંક પાર પાડી લેશું. કારણ કે ટીમમાં બેટીંગ ક્રમ મજબુત છે.
જોકે એના માટે જરૂરી છે કે અમે 9 વિકેટ પર ધ્યાન નહીં આપીને 381 રન પર ધ્યાન કેંદ્રીત કરીએ. પહેલા 2 દિવસ પિચથી ફાસ્ટ બોલરો અને સ્પિનરોને મદદ મળતી ન હતી અને એવું લાગી રહ્યું હતું કે અમે રસ્તા પર બોલીંગ કરી રહ્યા છીએ. પણ ચોથા દિવસે પિચમાં ટર્ન જોવા મળ્યો.”
ઠાકામાં 2007 માં બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં પદાપર્ણ કરનાર ઇશાંત શર્માને બાદ કરતા કરતા ટીમ ઇન્ડિયાના વિશ્વ કપ વિજેતા સુકાની કપિલ દેવ અને પુર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને ટેસ્ટ મેચમાં 300 વિકેટ ઝડપી છે.
તો ઓફ સ્પિનર અશ્વિન, પુર્વ બોલર અનિલ કુંબલે અને હરભજન સિંહના નામે પણ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટનો રેકોર્ડ છે.
ये खबर हिंदी में भी पढे : मेरा जीवन काफी उतार-चढ़ाव भरा रहा है: इशांत शर्मा
ઇશાંત શર્માએ (Ishant Sharma) આ સિદ્ધી 98 ટેસ્ટ મેચમાં મેળવી છે. તેની પહેલા અશ્વિન 54 મેચ, કુંબલે 66 મેચ, હરભજન 72 મેચ, કપિલ દેવ 83 મેચ અને ઝહીર ખાન 89 મેચમાં આ સિદ્ધી મેળવી ચુક્યા છે.
આ પણ વાંચો : INDvENG: ચેતેશ્વર પુજારાની વિકેટ અમારા માટે મહત્વપુર્ણ રહેશે : જો રૂટ
ઇશાંત શર્માએ (Ishant Sharma) ટીમ ઇન્ડિયા માટે 80 વન-ડે અને 14 ટી20 મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 115 અને 8 વિકેટ ઝડપી છે.