Goa (SportsMirror.in) : ISL 7 માં ઇસ્ટ બંગાળની (East Bengal FC) ટીમે 56મી મીનીટથી 10 ખેલાડીઓ સાથે રમતા બુધવારે તિલક મેદાન સ્ટેડિયમમાં રમાયેલી ઇંડિયન સુપર લીગમાં એફસી ગોવા (FC Goa) ને 1-1 ની બરોબરી પર રોક્યું હતું.
ઇસ્ટ બંગાળ પોતાની ગત મેચમાં ઓડિશા એફસીને હરાવતી ટુર્નામેન્ટમાં (ISL 7) પહેલી જીત મેળવી હતી. પણ આ મેચમાં જીત મેળવી શક્યું નહીં. આ બરોબરીની મેચમાં એક પોઇન્ટ સાથે કુલ 7 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં 11 ટીમમાં 9માં સ્થાન પર પહોંચી ગયું છે. બીજી તરફ ગોવવા 10 મેચમાં 15 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. ગોવા એફસીએ આ પહેલા સતત બે મેચમાં જીત મેળવી હતી.
Leaving a trail of defenders in his wake 😳
𝐖𝐇𝐀𝐓 𝐀 𝐆𝐎𝐀𝐋 by @sc_eastbengal's Bright Enobakhare 👏#SCEBFCG #HeroISL #LetsFootball pic.twitter.com/GoCI4cYxKf
— Indian Super League (@IndSuperLeague) January 6, 2021
પહેલો હાફ (ISL 7) ગોલ વગર જ પુરો થઇ ગયો હતો. ત્યાર બાદ ગોવા એફસીએ પોતાનો દમ દેખાડ્યો અને ગોલ કરવાની ઘણી તકો ઉભી કરી હતી. પણ ઇસ્ટ બંગાળના ગોલકીપર દેબજીત મજુમદારે હરીફ ટીમની દરેક તકને સફળ થવા દીધી ન હતી. ગોલકીપર મજુમદારે શાનદાર 4 ગોલ સેવ કર્યા અને પોતાની ટીમને મેચમાં બનાવી રાખી હતી. જોકે આ સમયે ઇસ્ટ બંગાળ એફસીએ પણ ગોલ કરવાની ઘણી તકો ઉભી કરી. પણ ગોવા એફસીનું ડિફેંસ ઘણું ધારદાર હોવાથી ગોલ કરવામાં સફળ થઇ શક્યું નહીં.
54મી મીનીટમાં ઇસ્ટ બંગાળના અંકિત મુખર્જીને પીળું કાર્ડ મળ્યું. તેની 2 મીનીટ પછી આ ટીમને વધુ એક ઝટકો મળ્યો. કારણ કે સુકાની ડેનિયલ ફાક્સને લાલ કાર્ડ મળ્યું. સુકાની ડેનિયલ ફોક્સને હરીફ ટીમના એલેક્સજેંડર જેસુરાજની સાથે ઝગડો કરવાના કારણે લાલ કાર્ડ મળ્યું. આમ ઇસ્ટ બંગાળ 10 ખેલાડીઓ સાથે રમવાની મજબુરી હતી. 67મી મીનીટમાં તેના ખેલાડી ઇરાન અમાદીને પીળું કાર્ડ મળ્યું.
67મી મીનીટે ગોવા એફસીએ પહેલો બદલાવ કર્યો. 72મી મીનીટે ગોવા એફસીએ વધુ 2 બદલાવ કર્યા. આ વચ્ચે ઇસ્ટ બંગાળે પોતાના લડાયક પ્રવૃતિનો પરિચય આપતા 79મી મીનીટે ગોલ કરીને મેચમાં (ISL 7) લીડ મેળવી લીધી.
ઇસ્ટ બંગાળની ખુશી વધુ સમય સુધી ટકી નહીં. કારણ કે 81મી મીનીટે સેવિયર ગામાની આસિસ્ટ પર સુપર સબ દેવેંદર મુરગાંવકરે ગોવા એફસી માટે ગોલ કરી 1-1 ની બરોબરી પર લાવી દીધા. 82મી મીનીટે ગોવાના અલ્બર્ટો નોગ્વેરાને પીળું કાર્ડ મળ્યું. 86મી મીનીટે ઇસ્ટ બંગાળ અને 87મી મીનીટે ગોવાએ બદલાવ કર્યો.
આ પણ વાંચો : લેવાન્ડોવસ્કી જર્મન લીગમાં 250 ગોલ નોંધાવનાર ત્રીજો ખેલાડી બન્યો
ઇંજરી ટાઇમમાં મોહમ્મદ રફીકે એક સારો સેવ કરતા ઇસ્ટ બંગાળને ગોલ કરતા રોક્યો અને આમ મેચ (ISL 7) 1-1 ની બરોબરી પર પુરી થઇ ગઇ.