Home Cricket ખેલાડીઓ નહીં ICC નક્કી કરશે મોટેરાની પિચ રમવા લાયક હતી કે નહીં:...

ખેલાડીઓ નહીં ICC નક્કી કરશે મોટેરાની પિચ રમવા લાયક હતી કે નહીં: રુટ

1756
0
Joe Root
Joe Root

Ahmedabad (SportsMirror.in) : ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ (Joe Root) એ ગુરુવારે કહ્યું કે, મોટેરાની પિચ ટેસ્ટ ક્રિકેટ રમવા લાયક નહોતી અને આ નક્કી કરવાનું કામ આઈસીસીનું છે. ઈંગ્લેન્ડની ટીમ બંને ઈનિંગ્સમાં 112 અને 81 રને ઓલઆઉટ થઈ હતી, જે પછી ભારત 10 વિકેટે જીત્યું હતું. પરંતુ રુટ આ માટે પિચને જવાબદાર માનતો નથી. જોકે તેણે આઈસીસીને પિચની સમિક્ષા કરવી જોઈએ તેવો વિચાર રજૂ કર્યો હતો.

જો રુટ (Joe Root) એ કહ્યું કે,‘મને લાગે છે કે આ પિચ પડકારજનક હતી. અહીં બેટિંગ કરવું મુશ્કેલ હતું. આ પિચ રમવા લાયક હતી કે નહીં તે ખેલાડીઓ નક્કી નહીં કરે. આ આઈસીસીનું કામ છે. એક ખેલાડી તરીકે અમારે દરેક પરિસ્થિતિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું રહે છે.

ઘણી તકો ગુમાવવાના કારણે અમે નિરાશ છીએ. ખાસ કરીને અમે પ્રથમ ઈનિંગ્સમાં મોટો સ્કોર કરવાની તક ચૂક્યા હતા. એક સમયે અમારો સ્કોર 2 વિકેટે 71 રનનો હતો અને અમારા ખેલાડીઓ પાસે મોટો સ્કોર ઊભો કરવાની તક રહેલી હતી.’

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાયેલી ભારતીય ધરતી પરની બીજી ડે-નાઈટ ટેસ્ટ મેચનું પરિણામ માત્ર 2 દિવસની અંદર જ આવી જતા અહીંની પિચ પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. આ અગાઉ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટેસ્ટની પિચ અંગે પણ ઘણા સવાલો થયા હતા.

આ પણ વાંચો : સ્મિથને દિલ્હી કેપિટલ્સને ચેમ્પિયન્સનું ટાઈટલ અપાવવાની આશા

જોકે ઈંગ્લેન્ડના જ ઘણા ખેલાડીઓએ પિચની ટીકા કરતા પૂર્વ ખેલાડીઓને જવાબ આપતા પિચને દોષ ના આપવાનું જણાવ્યું હતું. મોટેરાની પિચ પર અશ્વિને 400 વિકેટ મેળવવાની સિદ્ધી પૂર્ણ કરી હતી.

Author: Sarah Ali