Home Football યુવેન્ટ્સે એસી મિલાનના અજેય કેમ્પેન પર બ્રેક લગાવી

યુવેન્ટ્સે એસી મિલાનના અજેય કેમ્પેન પર બ્રેક લગાવી

2459
0
Juventus FC beat AC Milan
Juventus FC beat AC Milan

Milan (SportsMirror.in) : વર્તમાન ચેમ્પિયન યુવેન્ટ્સ એફસી ક્લબે (Juventus FC) એસી મિલાન (FC Milan) પર 3-1 થી જીત મેળવી તેમના ગત 27 મેચોથી ચાલતા અજેય રહેવાના કેમ્પેન પર બ્રેક મારી ઈટાલિયન ફૂટબોલ લીગ સીરી-એમાં સતત 10માં ટાઈટલની આશા જગાવી છે. યુવેન્ટ્સ એફસી ક્લબ (Juventus FC) તરફથી ફેડરિકા ચીસા (18મી અને 62મી મિનિટે) 2 ગોલ કર્યા.

 

જ્યારે અમેરિકાના વેસ્ટન મેકેની (76મી મિનિટે) એ ત્રીજો ગોલ કર્યો જેનાથી મિલાને લીગમાં ગત વર્ષ બાદ પ્રથમ હારનો સામનો કરવો પડ્યો. યુરોપની ટોચની 5 લીગમાં મિલાન અંતિમ અજેય ટીમ હતી. તેમની તરફથી એકમાત્ર ગોલ ડેવિડ કાલાબ્રિયા (41 મિનિટ) એ કર્યો.

આ પણ વાંચો : મેસ્સીના 2 ગોલની મદદથી બાર્સેલોનાએ બિલબાઓને હરાવ્યું

આ હાર છતાં એસી મિલાને લીગમાં પોતાની લીડ યથાવત્ રાખી છે. તેના 16 મેચમાં 37 પોઈન્ટ છે અને તે ઈન્ટર મિલાન કરતા 1 પોઈન્ટ આગળ છે. ઈન્ટર મિલાને પણ એક અન્ય મેચમાં સંપડોરિયાથી 2-1 હારનો સામનો કર્યો હતો. યુવેન્ટ્સ એફસી (Juventus FC) ના 15 મેચમાં 30 પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ છે.

Author: Sarah Ali