Press "Enter" to skip to content

કેદાર જાધવે 29 વર્ષની ઉમરે ક્રિકેટમાં ડેબ્યું કર્યું, ટીમમાં પસંદ થયો ત્યારે પ્રેકટીસ માટે 18 હજાર આપવા પડતા

1 ઓક્ટોબર, (SportsMirror.in), મુંબઇ : છેલ્લા ઘણા સમયથી (Kedar Jadhav) કેદાર જાધવનું પ્રદર્શન નોંધનીય રહ્યું છે. ત્યારે હાલમાં જ કેદાર જાધવે પોતાના ઓલ રાઉન્ડર પ્રદર્શનને કારણે ટીમ ઇન્ડિયાને એશિયા કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કેદાર જાધવને બાંગ્લાદેશ વિરૂદ્ધ ફાઇનલ મેચમાં હેમસ્ટ્રિંગની ઇજા થઇ હોવા છતા તેને બેટિંગ કરી હતી અને ટીમને અંતિમ બોલ પર મેચ જીતાડીને પરત ફર્યો હતો. કેદાર જાધવે પાકિસ્તાન વિરૂદ્ધ પણ 3 વિકેટ ઝડપી હતી.

અમારા પરીવારમાં બધા પાસે લિડરશિપ ક્વાલિટી છે : કેદારના માતા
કેદાર જાધવની માતા મંદાકિની અનુસાર, ‘અમારા પરીવારમાં બધા પાસે લિડરશિપ ક્વાલીટી છે. તમામ પોતાની મોટામાં મોટી તકલીફોનું નિરાકરણ લાવી જાતે જ લાવે છે. આજ ક્વોલિટી કેદારમાં પણ છે. તેની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી 29 વર્ષની ઉમરે થઇ હતી. પણ ત્યારે પણ તે તકલીફમાં ન હતો. તે પોતાની રીતે તૈયારીઓ કરી રહ્યો હતો. જ્યારે તક મળી ત્યારે તેણે પોતાને સાબીત કરી લીધો છે.’ જાધવની મોટી બહેન સુચેતા પણ કહે છે કે અમારા પિતા દરેક વાતને લઇને કોન્ફિન્ટ હોય છે. તેમણે અમને પડકારો સામે લડતા શિખવાડ્યું છે. આજ જાધવે પણ શિખ્યું છે.’ બાંગ્લાદેશ સામેની મેચમાં ઇજા બાદ પણ જાધવે શાનદાર બેટિંગ કરીને ટીમને જીત અપાવી હતી. તેના રૂપમાં ટીમ ઇન્ડિયાને બેટિંગ ઓલ રાઉન્ડર મળી ગયો છે.

Photo Source : Twitter

પિતા 2003માં વિજ બોર્ડમાંથી નિવૃત થયા
કેદાર જાધવના પિતા મહાદેવ મહારાષ્ટ્ર વિજ બોર્ડમાં 2003થી નિવૃત થઇ ગયા છે. તેના એક વર્ષ બાદ કેદારે રણજી ટ્રોફીમાં ડેબ્યું કર્યું હતું. જાધવની ત્રણ બહેન છે. એક બહેને અંગ્રેજી લિટરેચરમાં પીએચડી કર્યું છે. બીજી બહેન એન્જિનીયર છે. જ્યારે ત્રીજી બહેન ફાઇનાન્સમાં એમબીએ કર્યું છે. જાધવના પિતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે “પહેલા મને આશ્ચર્ય થતું હતું કે ભણવાનો આટલો બધો માહોલ છે તેમ છતાં દિકરાનું રમતમાં લગાવ વધારે હતું. તેને ભણવું બહુ જ ઓછું ગમતું હતું. તે હંમેશા સારો ક્રિકેટર બનવા માંગતો હતો. સૌથી સારી વાત એ હતી કે તેણે આ માટે ક્યારેય મારી સામે ખોટુ બોલ્યો નથી. તે અમારાથી છુપાઇને ક્રિકેટ રમવા જતો હતો પણ રમીને પરત ઘરે આવ્યા બાદ અમને સામેથી કહી દેતો હતો કે હું રમીને આવ્યો છું.’ પુણેમાં 26 માર્ચ 1985માં જન્મેલા કેદારને તેના સાથી ખેલાડીઓ તેને મીની સહેવાગ કહીને બોલાવતા હતા. તેણે હિન્દુ જીમખામાં ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. જાધવ 2004માં મહારાષ્ટ્રની અંડર 19 ટીમમાં પસંદ પામ્યો હતો. તેણે 2007માં પહેલીવાર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી હતી. આંતરરાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામ્યા પહેલા તેણે આઇપીએલમાં રમવાની તક મળી ગઇ હતી. જાધવે 2010માં દિલ્હીની ટીમમાં જોડાયો હતો. દિલ્હી બાદ તે કોચી તસ્કર્સ અને ત્યાર બાદ બેંગ્લોર ટીમ તરફતી રમ્યો હતો. હાલ તે ચેન્નઇ ટીમ તરફથી રમે છે. જાધવ સલમાન ખાનનો મોટો ચાહક છે. તેની ફિલ્મો તે પહેલા જ દિવસે જોવે છે.

રેકોર્ડ અને એવોર્ડર્સ
– જાધવ મહારાષ્ટ્ર તરફથી રણજીમાં બીજો સૌથી હાઇએસ્ટ સ્કોર કર્યો જેણે ઉ.પ્ર. સામે 327 રન કર્યા હતા.
– ડેબ્યુ વન-ડેની 4 ઇનીંગ બાદ પહેલી સદી ફટકારી. સૌથી ઓછી ઇનીંગમાં સદી કરનાર બીજો ખેલાડી.
– જાધવે 2013-14 રણજી સિઝનમાં સૌથી વધુ 1223 રન કર્યા.
– માધવરાય સિંધિયા એવોર્ડ મળ્યો છે.

ક્રિકેટના તમામ સમાચાર જાણવા માટે www.sportsmirror.in પર Subscribe કરો

Comments are closed.