Home More Sports ખેલો ઇન્ડિયા યૂનિવર્સિટી ગેમ્સ દ્વારા દર વર્ષે થશે ખેલો ઇન્ડિયા રમતનું આયોજનઃ...

ખેલો ઇન્ડિયા યૂનિવર્સિટી ગેમ્સ દ્વારા દર વર્ષે થશે ખેલો ઇન્ડિયા રમતનું આયોજનઃ PM Modi

75
0
PM Narendra Modi (PC : Twitter)

Guwahati (SportsMirror.in) : ખેલો ઇન્ડિયાને (Khelo India) લઇને ભારત સરકાર દ્વારા એક નવોજ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ વખતે આ ખેલો ઇન્ડિયા (Khelo India) નામ અંતર્ગત આયોજન કરવામાં આવેલી રમતોનું ભારત સરકાર દ્વારા ખૂબજ સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું જેની સાથે આસામની સરકાર પણ સક્રિય રીતે જોડાયેલી હતી. આ વખતે ખેલો ઇન્ડિયા ગેમ્સનું આયોજન આસામના ગુવાહાટીમાં કરવામાં આવ્યું હતું. આ સાથે જ આ રમતનું આયોજન સફળ નિવડતા તેમજ યુવાનો સારો પ્રતિસાદ મળતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક એલાન કરવામાં આવ્યું છે. જે ભારતના રમત પ્રિય યુવાનો માટે ખૂબજ સારા સમાચાર સાબિત થશે.

જેમાં પ્રધાનમંત્રી દ્વારા તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં આ રમતના આયોજન તેમજ યુવાનોને આ રમતમાં મોટી સંખ્યામાં ભાગ લેવા બદલ આભાર માન્યો હતો. આ સાથે જ વડાપ્રધાને જાહેરાત કરી હતી કે ખેલો ઇન્ડિયા ગેમ્સની સફળતા બાદ હવેથી દર વર્ષે ખેલો ઇન્ડિયા યૂર્નિવર્સિટી ગેમ્સ દ્વારા દર વર્ષે આ રમતની આયોજન કરવામાં આવશે તેની ખાતરી આપી હતી. તમને જણાવી દઇએ કે 22, જાન્યુઆરીએ ગુવાહાટીમાં ત્રીજા ખેલો ઇન્ડિયા કાર્યક્રમનું સમાપન થયું હતું.

આ પણ વાંચો : Tokyo Olympic 2020 : પહેલી વખત મશાલમાં થશે હાઇડ્રોજનનો ઉપયોગ

આ રમતમાં અલગ-અલગ રાજ્યના 6 હજાર કરતા પણ વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો અને વિવિધ રમતમાં જીત હાસલ કરીને પોતાના રાજ્યનું નામ રોશન કર્યું હતું. આ અગાઉ વર્ષ 2018માં જ્યારે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે અલગ-અલગ રાજ્યમાંથી કુલ 3500 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. જ્યારે આ વખતે 6 હજાર રમતવીરો આ કાર્યક્રમ સાથે જોડાયા હતા.