Home Cricket દુબઇથી પાછા આવતા સમયે કૃણાલ પંડ્યાને વધુ પ્રમાણમાં સોનું મળી આવતા મુંબઇ...

દુબઇથી પાછા આવતા સમયે કૃણાલ પંડ્યાને વધુ પ્રમાણમાં સોનું મળી આવતા મુંબઇ એરપોર્ટ પર પુછપરછ

1347
0
Cricketer Krunal Pandya
Krunal Pandya

Mumbai (SportsMirror.in) : IPL 2020 માં ચેમ્પિયન બનેલી મુંબઇ ઇન્ડિયન્સ ટીમના ગુજરાતી ક્રિકેટર કૃણાલ પંડ્યા (Krunal Pandya) ને લઇને મોટ સમાચાર સામે આવી રહ્યા છે. કૃણાલ પંડ્યાને મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે રોકવામાં આવીને તેની પુછપરછ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે કૃણાલ પંડ્યાની દુબઈથી પાછા આવતા સમયે તેની પાસેથી વધુ પ્રમાણમાં ગોલ્ડ મળી આવ્યું છે. જેને પગલે અત્યારે કસ્ટમના અધિકારી તેમની પૂછપરછ કરી રહ્યાં છે. અધિકારી વધુ પ્રમાણમાં સોનુ મળી આવતા જરૂરી કાગળોની માગ કરી રહ્યાં છે.

 

ડ્યુટી ફ્રી સોનાની મર્યાદા
એક વર્ષથી વધુ સમય સુધી વિદેશમાં રહેતી વ્યક્તિ 50 હજાર રૂપિયા સુધીનું સોનુ ભારતમાં ડ્યુટી ફ્રીમાં લઈને આવી શકે છે. તો મહિલાઓ માટે આ છૂટ એક લાખ રૂપિયા સુધીની છે. મહિલાઓ એક લાખ રૂપિયા સુધીની કિંમતનું સોનુ ડ્યૂટી ફ્રીમાં લઈને ભારત આવી શકે છે. ડ્યૂટી ફ્રીની શરત માત્ર સોનાના ઘરેણાં પર જ લાગુ છે. સોનાના સિક્કા અને બિસ્કિટ્સ પર ડ્યૂટી આપવી પડે છે.

આ પણ વાંચો : થોડી મનોવૈજ્ઞાનિક બઢત હશે, પરંતુ પાછલી મેચોમાં વિચારી શકતા નથી: રોહિત શર્મા

કંગન અને મોંઘી ઘડિયાળ મળી
DDR સૂત્રોના જણાવ્યા મુજબ કૃણાલ પંડ્યા (Krunal Pandya) ની પાસે જાહેર ન કરાયેલ ગોલ્ડ, જેમા સોનાના 2 કંગન, અમુક મોંઘી ઘડિયાળ અને ઘણો કિંમતી સામાન છે. ક્રિકેટરે તેનું ડિક્લેરેશન કર્યું ન હતું.