Bengaluru (SportsMirror.in) : ભારતના ઈમરજીંગ બેડમિન્ટન સ્ટાર ખેલાડી લક્ષ્ય સેન (Lakshya Sen) ને લઇને ખરાબ સમાચાર આવી રહ્યા છે. લક્ષ્ય સેન પોતાની આગામી ટુર્નામેન્ટને પગલે તેની ટ્રેનીંગ ચાલી રહી હતી. આ ટ્રેનિંગ દરમિયાન તેની પીઠના મસલ્સ ખેંચાઈ જવાને કારણે થાઈલેન્ડમાં યોજાનારી 2 સ્પર્ધાઓમાંથી તેણે પોતાનું નામ પરત લેવું પડ્યું હતું.
તમને જણાવી દઇએ કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BFW) વિશ્વ ટૂર સુપર 100 ટૂર્નામેન્ટ સારલોરલક્સ ઓપન અને ડચ ઓપન સહિત 2019 માં સિનિયર સર્કિટના 5 ટાઈટલ યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન (Lakshya Sen) એ જીત્યા હતા. પીઠની ઇજા થયા બાદ 19 વર્ષીય લક્ષ્ય સેનને ડૉક્ટર્સે આરામની સલાહ આપી છે.
Indian shuttler Lakshya Sen pulled out of this month's consecutive tournaments in Thailand due to a back strain that he sustained during training. pic.twitter.com/ZSXcPncwer
— All India Radio Sports (@akashvanisports) January 4, 2021
લક્ષ્ય સેન આ બંને ટુર્નામેન્ટમાં નહીં રમી શકે એ દુખની વાત છે : પુર્વ કોચ
પૂર્વ ભારતીય કોચ વિમલ કુમારે કહ્યું કે, ‘ આ ખરેખર દુઃખની વાત છે કે લક્ષ્ય સેન (Lakshya Sen) ને પીઠની ઈજા થતા તે થાઈલેન્ડમાં યોજાનારી સ્પર્ધાઓમાં નહીં રમી શકે.’ લક્ષ્ય સેન ભારતીય બેડમિન્ટન ક્ષેત્રે ઉભરતો યુવા ખેલાડી છે. ત્યારે અત્યારથી તેની ઇજા થવાથી ભારતીય બેડમિન્ટનના દિગ્ગજોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
થાઈલેન્ડ બેડમિન્ટનની 2 ટુર્નામેન્ટની યજમાની કરશે
થાઈલેન્ડ 12 થી 17 જાન્યુઆરી 2021 અને 19 થી 24 જાન્યુઆરી 2021 વચ્ચે 2 સુપર 1000 ટૂર્નામેન્ટની યજમાની કરશે. પણ હવે ક્વારેન્ટાઈન સંબંધિત નિયમોને કારણે લક્ષ્ય સેન (Lakshya Sen) બીજી ટૂર્નામેન્ટમાં પણ ભાગ લઈ શકશે નહીં.
આ પણ વાંચો : ટોચના ખેલાડીઓ માટે મિની લીગ શરૂ કરવા પુલેલા ગોપીચંદે આપ્યો પ્રસ્તાવ
બેંગકોકમાં 1 અઠવાડિયાનો ક્વોરેન્ટાઇન સમય
પુર્વ ભારતીય કોચ વિમલ કુમારે જણાવ્યું હતું કે,‘ખેલાડીઓએ 4 જાન્યુઆરી 2021 એ બેંગકોક પહોંચી ક્વોરેન્ટાઈનમાં એક અઠવાડિયું રહેવાનું છે. તે પછી જ તેઓ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે. આ કારણથી લક્ષ્ય સેન (Lakshya Sen) નહીં રમી શકે.’ આ દરમિયાન ઓલિમ્પિકમાં સ્થાન મેળવવા માટેના દાવેદાર સાઈન નેહવાલ, બી. સાઈ પ્રણીત અને કદામ્બી શ્રીકાંતની હાજરીવાળી ભારતીય ટીમ 2 વિશ્વ ટૂર સુપર 1000 ટૂર્નામેન્ટમાં ભાગ લેવા રવિવારે થાઈલેન્ડ પહોંચી ચુક્યા છે અને હાલ તેઓ ક્વોરેન્ટાઇનના નિયમનું પાલન કરી રહ્યા છે.
Author: Sarah Ali