Home Hockey Pro Hockey: લલિત ઉપાધ્યાય બેલ્જિયમની પ્રશંસા કરતા કહ્યું : તેમનું અટેક પ્રભાવશાળી

Pro Hockey: લલિત ઉપાધ્યાય બેલ્જિયમની પ્રશંસા કરતા કહ્યું : તેમનું અટેક પ્રભાવશાળી

852
0
Lalit Upadhyay on Pro Hockey
Lalit Upadhyay

Delhi (SportsMirror.in) : મંગળવારે એફઆઈએચ હોકી પ્રો-લીગ (Pro Hockey) મેચમાં જર્મની સામે 6-1થી જંગી વિજય મેળવનારા બેલ્જિયમના અટેકની ભારતીય હોકી (Hockey India) ટીમના ફોરવર્ડ પ્લેયર લલિત ઉપાધ્યાય (Lalit Upadhyay) દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં બેલ્જિયમે 2-1થી હરાવ્યું હતું અને તેની બીજી મેચમાં 3-2થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો, લલિત મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. કોવિડ -19 રોગચાળાને લીધે લીગ 6 મહિનાના વિરામ બાદ ફરી શરૂ થઈ છે.

 

“અમે બધાએ એફઆઈએચ હોકી પ્રો-લીગ (Pro Hockey) મેચની શરૂ થવાની રાહ જોઈ હતી. જોકે અમે ક્લોઝ ગેમની અપેક્ષા રાખતા હતા, તે એકદમ એકતરફી હતી. જર્મન ટીમે તેમના વિરોધીના અટેક સામે અને સર્કલની અંદર બેલ્જિયમ ટીમ સામે સંઘર્ષ કર્યો. સફળતા ખૂબ પ્રભાવશાળી હતી.

તેણે વધુમાં કહ્યું કે, તેણે બંને યુરોપિયન પાવરહાઉસ વચ્ચેની મેચથી પણ ઘણું શીખ્યું છે. તેણે કહ્યું કે,
બેલ્જિયમ માટેના તમામ 6 ગોલ 6 જુદા ખેલાડીઓએ કર્યા હતા. આ મેચમાંથી ઘણાને પસંદ કરવા અને તેનું વિશ્લેષણ કરવાનું બાકી છે. જર્મનીના સંરક્ષણમાં રહેલી ખામી એવી છે જે આપણે બેલ્જિયમ જેવી ટીમ સામે શીખી શકીએ. શું ન કરવું,” ઉપાધ્યાયે કહ્યું.

તેમણે કહ્યું કે ભારતીય ટીમ ચાલુ શિબિરમાં પોતાનું અગાઉનું ફોર્મ અને લય પ્રાપ્ત કરવા તરફ કામ કરી રહી છે. તેણે કહ્યું કે,
હોકી ઈન્ડિયાએ લીધેલા પ્રારંભિક પગલાઓને લીધે અમે પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શક્યા. અમને બધાને ગાઈડલાઈન વિશે જણાવાયું હતું જેથી નેશનલ કેમ્પ ફરી એકવાર સુચારુ શરૂ થઈ શકે. હવે અમારો મુખ્ય ટાર્ગેટ અગાઉની લય મેળવવાનો છે. જેની શરૂઆત અમે આ વર્ષની શરૂઆતમાં કરી હતી. જર્મની ગઈકાલે તેમની ગતિ અને ફિટનેસ સાથે સંઘર્ષ કરી રહી હતી. તેથી જ્યારે અમે સ્પર્ધાત્મક હોકીમાં પાછા વળીએ ત્યારે એવું અમારી સાથે ના થાય”

આ પણ વાંચો : ટીમની સફળતામાં અનુભવી મિડફિલ્ડર્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે: પ્રધાન

ઉપાધ્યાયને આશા છે કે ભારતીય ટીમ ટૂંક સમયમાં સ્પર્ધાત્મક હોકીમાં વાપસી કરી શકે છે. “અમે જાણીએ છીએ કે હોકી ઈન્ડિયા અને કોચિંગ સ્ટાફે સાથે મળીને અમારી માટે સ્પર્ધાત્મક હોકી ફરી શરૂ કરવાની યોજના બનાવી છે. અમને આશા છે કે અમે તે પહેલાં સારા ફોર્મમાં આવી શકીશું. નેશનલ કેમ્પમાં અમારી તીવ્રતા ઓક્ટોબરથી શરૂ થશે. બાદમાં તેમાં વધારો થશે અને અમે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ અને કોઈપણ સંજોગો માટે તૈયાર છીએ.”

Author : Vishal Vaja