Home Football મેસ્સીના 2 ગોલની મદદથી બાર્સેલોનાએ બિલબાઓને હરાવ્યું

મેસ્સીના 2 ગોલની મદદથી બાર્સેલોનાએ બિલબાઓને હરાવ્યું

2663
0
Lionel Messi
Lionel Messi

Barcelona (SportsMirror.in) : ફુટબોલ વિશ્વમાં દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સી (Lionel Messi) પોતાની ક્લબ બાર્સેલોના સાથે રહેશે કે નહીં તેની ચર્ચા વચ્ચે સ્પેનિશ લીગ લા લીગા (La Liga) માં શાનદાર પ્રદર્શન કરતા પોતાની ટીમ બાર્સેલોના ક્લબને જીત અપાવી હતી. લિયોનેલ મેસ્સી (Lionel Messi) એ સ્પેનીશ લા લીગા ટુર્નામેન્ટમાં પોતાના 2 ગોલની મદદથી બાર્સેલોનાએ 3-2 થી એથલેટિક બિલબાઓને માત આપી હતી.

 

તો બીજી તરફ એટલેટિકો મેડ્રિડને ત્રીજી શ્રેણીની ટીમે એક અન્ય મુકાબલામાં કોપા ડેલ રેથી બહાર કર્યું હતું. બિલબાઓને ઈનાકી વિલિયમ્સે ત્રીજી મિનિટે જ લીડ અપાવી હતી. બાર્સેલોના તરફથી પેડ્રો ગોંજાલેજે 14મી મિનિટે ગોલ કરી સ્કોર સરભર કર્યો. તો ત્યાર બાજ લિયોનેલ મેસ્સી (Lionel Messi) એ 38 મી અને 62 મી મિનિટે ગોલ કરી બાર્સેલોના ક્લબને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચાડ્યું.

આ પણ વાંચો : ISL 7: 10 ખેલાડી સાથે રમીને ઇસ્ટ બંગાળ ટીમે ગોવાને બરોબરી પર રોક્યું

પોઇન્ટ ટેબલમાં બાર્સેલોના ત્રીજા સ્થાને
લા લીગા ટુર્નામેન્ટમાં પોઇન્ટ ટેબલની વાત કરીએ તો બાર્સેલોનાના 17 મેચ બાદ 31 પોઈન્ટ થઈ ગયા. એટલેટિકો લા લિગા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. પરંતુ કોપા ડેલ રે સ્પર્ધામાં ત્રીજી શ્રેણીની ટીમ કોર્નેલોથી 1-0 ને હારી બહાર થવાનો વારો આવ્યો હતો. તેનો અર્થ એ છે કે, એટલેટિકો હવે લા લિગાના ટાઈટલ પર જ હવે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. એટલેટિકો લા લિગામાં હાલ 15 મેચમાં 38 પોઈન્ટ સાથે ટોપ પર છે. જે પછી રિયલ મેડ્રિડ (17 મેચમાં 36) અને બાર્સેલોનાનો નંબર આવે છે.

Author: Sarah Ali