Home Football માન્ચેસ્ટર યુનાઈટેડને હરાવી માન્ચેસ્ટર સિટી લીગ કપની ફાઈનલમાં

માન્ચેસ્ટર યુનાઈટેડને હરાવી માન્ચેસ્ટર સિટી લીગ કપની ફાઈનલમાં

2705
0
Manchester City bet Manchester United
Manchester City bet Manchester United

Manchester (SportsMirror.in) : માન્ચેસ્ટર સિટી (Manchester City) એ પોતાના કટ્ટર હરીફ માન્ચેસ્ટર યુનાઈટેડ (Manchester United) ને 2-1થી હરાવી ઈંગ્લિશ લીગ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટની ફાઈનલમાં સ્થાન મેળવ્યું, જ્યાં તેમનો સામનો ટોટેનહામથી થશે. ઓલ્ડ ટ્રૈફર્ડમાં રમાયેલી મેચમાં સિટી તરફથી બીજા હાફમાં જ્હોન સ્ટોન્સ અને ફર્નાડિન્હોએ ગોલ કર્યા.

 

ફાઈનલ મેચ 25 એપ્રિલે વેમ્બલે સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટમાં ફાઈનલ મેચને માનચેસ્ટર સિટી (Manchester City) ના મેનેજર પેપ ગાર્ડિયલો પોતાના હરીફ કોચ જોલ મારિન્હો સાથેના વધુ એક મુકાબલા તરીકે જુએ છે. મારિન્હો ટોટેનહામને છેલ્લા 13 વર્ષથી ટ્રોફી નહીં જીતી શકવાની નિરાશાને દૂર કરવા તત્પર છે. બીજી તરફ સિટી પાસે સતત ચોથા અને ગત 8 સેશનમાં છઠ્ઠું ટાઈટલ જીતવાની તક રહેશે.

પીએસજીએ ડ્રો રમ્યું, લિયોનની વિજયી અભિયાન યથાવત્
માર્સિયો પોચિટિનોના કોચ બન્યા બાદ પોતાની પ્રથમ મેચ રમી રહેલ પેરિસ સેન્ટ જર્મેન (પીએસજી)એ સેન્ટ એટિની વિરુદ્ધ 1-1 ડ્રો રમી. જે પછી તે ફ્રેન્ચ ફૂટબોલ લીગમાં લિયોનની પાછળ છે. લિયોને લેન્સને 3-2થી હરાવી પીએસજી પર 3 પોઈન્ટની લીડ મેળવી હતી.

આ પણ વાંચો : યુવેન્ટ્સે એસી મિલાનના અજેય કેમ્પેન પર બ્રેક લગાવી

લિયોન છેલ્લી 15 મેચથી અજેય છે અને તેના 18 મેચમાં 39 પોઈન્ટ છે. પીએસજીના આટલી મેચમાં જ 36 પોઈન્ટ છે. લિલી પાસે પણ લિયોનની બરાબરીએ પહોંચવાની તક હતી પરંતુ એન્જર્સે તેને 2-1થી માત આપી હતી. લિલીના પણ 36 પોઈન્ટ છે પરંતુ ગોલના અંતરના કારણે પીએસજીથી પાછળ છે.

Author: Sarah Ali