Home More Sports સિલેક્શન ટ્રાયલ અગાઉ ભોપાલમાં અભ્યાસ કરશે મનુ ભાકર

સિલેક્શન ટ્રાયલ અગાઉ ભોપાલમાં અભ્યાસ કરશે મનુ ભાકર

4161
0
Manu Bhaker start Practice at Bhopal
Manu Bhaker

Bhopal (SportsMirror.in) : ટોક્યો ઓલિમ્પિક માટે ટિકિટ મેળવવાની રેસમાં સામેલ યુવા ભારતીય શૂટર મનુ ભાકર (Manu Bhaker) ડૉક્ટર કર્ણી સિંહ શૂટિંગ રેન્જમાં રાઈફલ અને શૉટગન સિલેક્શન ટ્રાયલ દરમિયાન ભોપાલ સ્થિત મધ્ય પ્રદેશ શૂટિંગ એકેડમીમાં અભ્યાસ કરશે. કોમનવેલ્થ ગેમ્સ અને યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર 18 વર્ષીય પિસ્તોલ શૂટર 4 થી 10 જાન્યુઆરી સુધી પ્રેક્ટિસ કરવા ભોપાલ પહોંચી ગઈ છે. તે 11 જાન્યુઆરીએ અહીં સિલેક્શન ટ્રાયલમાં ભાગ લેવા પરત આવશે.

 

મનુ (Manu Bhaker) ના પિતા રામ કિશન ભાકરે કહ્યું કે,‘મનુ કર્ણી સિંહ રેન્જમાં રાઈફલ અને શૉટગન શૂટર્સના સિલેક્શન ટ્રાયલ દરમિયાન પોતે અભ્યાસ કરી શકશે નહીં અને આ કારણે જ તે ભોપાલ ગઈ છે. તેની ટ્રાયલ 11 થી 16 જાન્યુઆરી સુધી ચાલશે અને એવામાં અભ્યાસ ચાલુ રાખવા માટે તેણે ભોપાલ જવાનો નિર્ણય કર્યો.’ મનુ છેલ્લા 1 મહિનાથી કોઈપણ પ્રકારના બ્રેક વિના પ્રેક્ટિસ કરી રહી છે અને ટ્રાયલ બાદ દિલ્હીમાં કેમ્પમાં જોડાશે. કોવિડ-19ના કારણે 6 દિવસનો ક્વારેન્ટાઈન પિરિયડ પૂર્ણ થયા બાદ 30 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી કેમ્પ ચાલશે.

પિસ્તોલની 10 અને 25 મીટર સ્પર્ધામાં ભાગ લેનાર શુટર મનુ ભાકર (Manu Bhaker) ના પિતાએ કહ્યું કે,‘જો તેણે ટોક્યો ઓલિમ્પિકમાં સફળ થવું હોય તો તે એક દિવસ પણ પ્રેક્ટિસ કર્યા વગર કાઢી શકે નહીં. તેણે સતત પ્રેક્ટિસ કરતા રહેવું પડશે.’

આ દરમિયાન ટોક્યો ગેમ્સ માટે ભારતીય શૂટર્સનું કોર ગ્રૂપ રાઈફલ, પિસ્તોલ અને શૉટગન સ્પર્ધાની સિલેક્શન ટ્રાયલ માટે મંગળવારે દિલ્હી પહોંચી ગયું છે. જે પછી આઈએસએસએફ વર્લ્ડ કપની 2 સ્પર્ધાઓ માટે ટીમનું સિલેક્શન થશે. શૉટગનની ટ્રાયલ મંગળવારે જ્યારે રાઈફલ તથા પિસ્તોલની તેના એક દિવસ બાદથી શરૂ થશે. જેમાં દેશના ટોચના શૂટર્સ ભાગ લેશે.

આ પણ વાંચો : ઈજાના કારણે માતાએ માર્શલ આર્ટ્સ છોડાવ્યું, આજે દેશને મળી ‘ગોલ્ડન ગર્લ’ મનુ ભાકર

નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે, ‘સિલેક્શન ટ્રાયલના પ્રદર્શનના આધારે પ્રારંભિક 2 વર્લ્ડ કપ માટે શૂટિંગ ટીમનું સિલેક્શન થશે. આ એટલે જરૂરી છે કારણ કે આ વર્ષે ટોક્યો ઓલિમ્પિક છે.’ સિલેક્શન ટ્રાયલ 18 જાન્યુઆરી સુધી ચાલશે. પ્રથમ વર્લ્ડ કપ (શૉટગન) કાહિરામાં 22 ફેબ્રુઆરીથી 5 માર્ચ જ્યારે રાઈફલ, પિસ્તોલ અને શૉટગન માટે સંયુક્ત વર્લ્ડ કપનું આયોજન દિલ્હીમાં 18 થી 29 માર્ચ દરમિયાન થશે. શુટીંગમાં મનુ ભાકર (Manu Bhaker) ભારતની આશાસ્પદ ખેલાડી છે.

Author: Sarah Ali