Home Cricket કોચ રમેશ પવારે મિતાલી રાજ પર મુક્યો આવો ગંભિર આરોપ

કોચ રમેશ પવારે મિતાલી રાજ પર મુક્યો આવો ગંભિર આરોપ

32
0
Photo Source : Times of India

29 નવેમ્બર, (SportsMirror.in), મુંબઇ : મહિલા ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં મિતાલી રાજને ટીમની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખ્યા બાદ વિવાદ વધુને વધુ આગળ વધી રહ્યો છે. હાલમાં ટીમના કોચ રમેશ પોવારે મિતાલી રાજને નખરાબાજ, અરાજકતા ફેલાવનારી અને માત્ર પોતાના માટે રમનારી ખેલાડી ગણાવી છે. તેઓએ આરોપ લગાવ્યો કે મિતાલીએ વર્લ્ડ કપ વચ્ચેથી જ છોડવાની ધમકી આપી હતી.

શું કહ્યું મિતાલીએ…
પોવારના આ આરોપ પર મિતાલીએ ટ્વીટ કર્યું કે, “મારા પર લગાવવામાં આવેલા આરોપોથી હું દુઃખી છું. રમત પ્રત્યે મારું સમર્પણ અને દેશ માટે 20 વર્ષ સુધી રમવું, સખત મહેનત કરવી, પરસેવો પાડવો બધું જ વ્યર્થ ગયું. આજે મારી દેશભક્તિ પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મારા સ્કિલ્સ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. બધું જ પાણીમાં ગયું. આ મારા જીવનનો સૌથી ખરાબ દિવસ છે. ઈશ્વર મને શક્તિ આપે.”

મિતાલીને નીચલા ક્રમે ઉતારવાનો નિર્ણય તેની સાથે વાતચીત બાદ લેવાયો હતોઃ પોવાર
પોવારે બુધવારે મુંબઈ સ્થિત BCCI મુખ્યાલયમાં CEO રાહુલ જૌહરી અને જીએમ (ક્રિકેટ ઓપરેશન્સ) સબા કરીમ સાથે મુલાકાત કરી હતી. તેઓએ મહિલા ટી-20 વર્લ્ડ કપને લઈને બોર્ડને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. પોવારે પોતાના રિપોર્ટમાં મિતાલીને ગેર જવાબદાર ખેલાડી ગણાવતાં કહ્યું કે, “મને આશા છે કે મિતાલી બ્લેકમેઈલિંગ કરવા, કોચ પર દબાણ નાખવા અને ટીમને બદલે પોતાના હિતો અંગે વિચારવાનું બંધ કરશે.” તેઓએ કહ્યું કે મિતાલીને નીચલા ક્રમે ઉતારવાનો નિર્ણય તેની સાથે વાતચીત પછી જ લેવાયો હતો, પરંતુ તે બાદ પણ તેને ભ્રમ ફેલાવ્યો. તેઓએ જણાવ્યું, ‘પાકિસ્તાન વિરૂદ્ધ મેચ પહેલાં વીડિયો એનાલિસ્ટ પુષ્કર સાવંત મારા રૂમમાં આવ્યાં હતા.’ પોવારે કહ્યું કે, સાવંતે મને જણાવ્યું કે ફિલ્ડિંગ કોચ બીજુ જ્યોર્જે તેને કહ્યું છે કે મિતાલી પોતાના બેટિંગ ઓર્ડરને લઈને અપસેટ છે. સવારે રિટાયરમેન્ટની જાહેરાતની સાથે જ તેને પોતાનો સામાન બાંધી લીધો છે. તેને વર્લ્ડ કપ વચ્ચેથી જ છોડવાની ધમકી આપી છે. તેઓએ પોતાના રિપોર્ટમાં લખ્યું, ‘હું મિતાલીના વલણથી ઘણો જ દુઃખી હતો. તેમની આ પ્રકારની વર્ણતૂંકથી તે વિચારવા પર મજબૂર થયો કે શું મિતાલી ભારતથી પણ વધુ છે. એટલું જ નહીં મિતાલીએ ઘણાં જ નખરા દેખાડ્યાં અને ઘણી જ અરાજકતા ઊભી કરી.’ ટી 20 મહિલા વિશ્વ કપમાં મિતાલીને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સેમીફાઈનલમાં ટીમમાં સમાવવામાં આવી ન હતી. આ મેચ ભારત 8 વિકેટથી હાર્યું હતું. જે બાદ મિતાલીના મેનેજરે ટીમના કેપ્ટન હરમનપ્રીતને ખોટી અને ચાલાક ગણાવી હતી. બે દિવસ પહેલાં જ મિતાલી રાજનો એક પત્ર સામે આવ્યો, જે તેને BCCIને લખ્યો હતો. જેમાં તેને પોવાર પર અપમાનિત કરવાનો અને તેનું કેરિયર બરબાદ કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. મિતાલીના જણાવ્યા મુજબ, નેટ્સ પર જ્યારે બીજા અભ્યાસ કરી રહ્યાં હતા તો કોચ હાજર રહેતાં, પરંતુ જેવાં જ તેઓ બેટિંગ માટે જાતી પોવાર ત્યાંથી ચાલ્યાં જતા હતા. આ આરોપ પર પોવારે લખ્યું, મેં માત્ર એટલું જ કહ્યું હતું કે સમય બરબાદ કરવાને બદલે હોટલમાં આરામ કરો. પોવારે લખ્યું, તેઓ પોતાની જવાબદારી સમજતા ન હતા. તેઓ ટીમ પ્લાનનું પણ પાલન કરતી ન હતી. તેઓ અંગત ઉપલબ્ધિઓ માટે જ રમતી હતી. તે ફિટનેસ ઈશ્યૂના કારણે મેદાન પર ઈનર સર્કલ પછીના આઉટસાઈડમાં ફિલ્ડિંગ કરતી ન હતી.