Home Football Mumbai City FC એ ભારતના U-20 સ્ટ્રાઇકર વિક્રમ પ્રતાપ સિંહ સાથે કરાર...

Mumbai City FC એ ભારતના U-20 સ્ટ્રાઇકર વિક્રમ પ્રતાપ સિંહ સાથે કરાર કર્યો

2370
0
Mumbai City FC singh Vikram Partap Singh
Mumbai City FC

Mumbai (SportsMirror.in) : ઈન્ડિયન સુપર લીગ (ISL 2020-21) ટીમની મુંબઈ સિટી એફસી (Mumbai City FC) એ આગામી સિઝન પૂર્વે ગુરુવારે ભારતની અંડર -20 ટીમના સ્ટ્રાઈકર વિક્રમ પ્રતાપ સિંહ (Vikram Pratap Singh) સાથે કરાર કર્યો હતો. 18 વર્ષીય ખિલાડીએ 2023 સુધીમાં મુંબઈ સીટી એફસી (Mumbai City FC) સાથે કરાર કર્યો છે, જે આગામી વર્ષ માટે પણ વધારવામાં આવશે.

 

મુંબઇ સીટી એફસી ટીમે વિક્રમ પ્રતાપ સિંહ સાથે Rs 50 લાખ નો કરાર કર્યો છે. વિક્રમ પ્રતાપે તેની યુવાની કારકીર્દિની શરૂઆત ચંદીગ ફૂટબોલ એકેડેમીમાં કરી અને 2018 માં સિનિયર કેટેગરીમાં રમવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો : આ વખતે આપણે ISL માં પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ આપવાનો છે: એડિસા એફ.સી. કોચ

તે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ની ટીમ ઇન્ડિયન એરોઝના કેપ્ટન રહી ચૂક્યા છે. તેણે અંડર -16, અંડર -17 અને અંડર -20 સ્તર પર દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેની પાસે તમામ વય જૂથોમાં ગોલ કરવાનો નોંધપાત્ર રેકોર્ડ છે.

Author: Rahul Joshi