Melbourne (SportsMirror.in) : જાપાનની નાઓમી ઓસાકા (Naomi Osaka) એ વર્ષના પહેલા ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયા ઓપન (Australian Open) ની મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. આ તેની કારકિર્દીનું બીજું ઓસ્ટ્રેલિયા ઓપન અને ચોથું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હતું. ત્રીજી સીડ ઓસાકાએ અમેરિકાની જેનિફર બ્રૈડીને 6-4, 6-3 ના સીધા સેટમાં હરાવી હતી.
Trophy location check 🤔#AusOpen | #AO2021 | @naomiosaka pic.twitter.com/YSOjrZDAtR
— #AusOpen (@AustralianOpen) February 20, 2021
રનર્સ અપ રહેનાર અમેરિકાની જેનિફર બ્રૈડી પહેલીવાર ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ રમી રહી હતી. હાર્ડ ક્વોરેન્ટાઇનમાં રહેવા છતાં ફાઇનલ સુધી પહોંચી હતી. બ્રૈડીને યુએસ ઓપનની સેમી ફાઇનલમાં પણ ઓસાકાએ હરાવી હતી.
પહેલા સેટમાં અમેરિકાની જેનિફર બ્રૈડીએ જાપાનની નાઓમી ઓસાકા (Naomi Osaka) ને મજબુત ટક્કર આપી હતી. પણ બીજા રાઉન્ડમાં જાપાનની ઓસાકાએ એક સમયે 4-0 થી આગળ હતી. બ્રૈડીએ મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો પણ તેને સફળતા ન મળી.
જાપાનની નાઓમી ઓસાકા (Naomi Osaka) ની આ સતત 21મી અને ગ્રાન્ડ સ્લેમમાં સતત 14મી જીત છે. તેણે 2020 યુએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો. 23 વર્ષની ઓસાકા ચોથીવાર ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં હતી અને દરેકવાર તે વિજેતા બની. તે મોનિકા સેલેસ બાદ પહેલીવાર ચાર ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ જીતનારી પહેલી મહિલા છે.
સેલેસએ 1990 થી 1991 વચ્ચે આવી સિદ્ધી મેળવી હતી. પુરૂષ કેટેગરીમાં માત્ર રોજર ફેડરર આવુ કરી શક્યો છે. ઓસાકા કોઇ પણ ગ્રાન્ડ સ્લેમમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા બાદ હારી નથી.
આ પણ વાંચો : અંકિતા રૈનાએ પોતાનો પહેલો WTA ખિતાબ જીત્યો
4 કે તેનાથી વધુ સિંલગ્સ ગ્રાન્ડ સ્લેમ જીતનાર એક્ટિવ ખેલાડી:
ખેલાડી ટાઇટલ
સેરેના વિલિયમ્સ 23
રોજર ફેડરર 20
રાફેલ નડાલ 20
નોવાક જોકોવિચ 17
વીનસ વિલિયમ્સ 07
કિમ ક્લાઇસ્ટર્સ 04
નાઓમી ઓસાકા 04
(Naomi Osaka)