Home Cricket સુકાની વિરાટ કોહલીની રણનીતિઓનો હું પ્રશંસક નથી : નાસિર હુસૈન

સુકાની વિરાટ કોહલીની રણનીતિઓનો હું પ્રશંસક નથી : નાસિર હુસૈન

4703
0
Nasser Hussain on Virat Kohli
Nasser Hussain on Virat Kohli

Chennai (SportsMirror.in) : ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પુર્વ સુકાની નાસિર હુસૈન (Nasser Hussain) એ ટીમ ઇન્ડિયાની કારમી હાર બાદ કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી (Virat Kohli) ની ઓન ફિલ્ડ રણનીતિનો હું પ્રશંસક નથી. ઇંગ્લેન્ડ ટીમના પુર્વ સુકાની નાસિર હુસૈનના કહેવા પ્રમાણે વિરાટ કોહલીનું વલણ “બોલને અનુસરવાનું” છે અને પોતે પહેલ કરવાને બદલે કોહલીએ પ્રતિક્રિયા આપવી જોઈએ.

ડેલી મેલ સાથે વાત કરતી વખતે નાસિર હુસૈને કહ્યું કે જો રૂટને બંને વચ્ચે સારો નેતા મળ્યો.

નાસિર હુસૈન (Nasser Hussain) એ વધુમાં કહ્યું કે, “ સામાન્ય રીતે જો રૂટ અસાધારણ રહ્યો છે. હું એક રણનીતિના રૂપમાં તેનો બહુ મોટો પ્રશંસક નથી. કારણ કે તે બોલનો પીછો કરે છે અને રમતમાં પાછળ રહી જાય છે.”

નાસિર હુસૈન (Nasser Hussain) એ કહ્યું કે, વિરાટ કોહલી (Virat Kohli) અને જો રૂટ (Joe Root) જાણે છે કાર્યો અને નિર્ણયોના બધા વિશ્લેશણ માટે, આ પરિણામ  કે તમારી પર આંકવામાં આવે છે.

વિરાટ કોહલીએ શાનદાર વાપસી ન કરી. ઇંગ્લેન્ડે પોતાની પહેલી ઇનીંગમાં 578 રનનો જંગી જુમલો ખડો કર્યો. ત્યાર બાદ ટીમ ઇન્ડિયા 333 રન પર આઉટ થઇ ગયું. વિરાટ કોહલી બેટીંગમાં કઇ ખાસ કરી શક્યો નહીં અને માત્ર 11 રન જ કર્યા.

ये खबर हिंदी में भी पढे : कप्तान विराट कोहली की रणनीतियों का मैं प्रशंसक नहीं: नासिर हुसैन

ટીમ ઇન્ડિયાએ 420 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા 6 વિકેટ સરળતાથી ખોઇ દીધી. શુભમન ગીલે 50 રન, તો ચેતેશ્વર પુજારા 15 રન, રોહિત શર્મા 12 રન, રૂષભ પંત 11 રન તો સુંદર 0 રન અને અશ્વિન 9 રન કર્યા હતા. આમ પુરી ટીમ ઇન્ડિયા કઇ ખાસ રન કરી શક્યા ન હતા. અજિંક્ય રહાણે પણ શુન્ય રન પર આઉટ થઇ ગયો હતો.

આ પણ વાંચો : મારૂ જીવન ઘણું ઉતાર-ચડાવ ભર્યું રહ્યું છે : ઇશાંત શર્મા

જેમ્સ એંડરસને 3 વિકેટ ઝડપી. જ્યારે જૈક લીચે 2 વિકેટ અને ડોમ બેસ 1 વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા.