Ahmedabad (SportsMirror.in) : નેશનલ બાસ્કેટબોલ અસોશિએશન ‘NBA’ ના દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયંટ (Kobe Bryant) અને તેની પુત્રીનું કેલિફોર્નિયામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ સીવાય અન્ય સાત લોકોના પણ આ દુર્ઘટનામાં મોત નિપજ્યા છે. તેઓ રવિવારે પોતાના ખાનગી હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની (Kobe Bryant) સાથે 13 વર્ષની પુત્રી ગિન્ના અને 7 અન્ય સપોર્ટ સ્ટાફ હેલિકોપ્ટમાં સવાર હતો.
આ મામલે પોલીસના જણાવ્યા મુજબ, કાલબાસસમાં બ્રાયંટનું હેલિકોપ્ટર ક્રેસ થયું અને વિસ્ફોટ હેલિકોપ્ટર તેનો નાશ થયો હતો. આ દર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોનાં મોત નીપજ્યાં હતાં.
RIP Kobe Bryant
RIP Gianna Bryant
RIP John Altobelli
RIP keri Altobelli
RIP Alyssa Altobelli
RIP Christina Maude
RIP Sarah Chester
RIP Payton Chester
RIP pilot
Heart breaking that atleast each one was with one or two of their family members💔
May God strengthen their families pic.twitter.com/QA2KjDdDKj— Lynn🌼💫 (@LynnMubiru) January 27, 2020
41 વર્ષીય કોબી બ્રાયંટ નેશનલ બાસ્કેટબોલ અસોશિએશન ‘NBA’ની કારકિર્દીના 20 વર્ષમાં 5 વખત ચેમ્પિયનશીપ મેળવી હતી. તે પોતે 2008માં એનબીએનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (એમવીપી) બન્યા હતા. બ્રાયંટે ઓલિમ્પિક્સમાં યુ.એસ. ટીમને બે વખતનો ચેમ્પિયન બનાવી હતી. તેઓની સૌથી યાદગાર મેચ 2006માં ટોરોન્ટો રેપટર્સ સામે હતી, જ્યારે તેમણે લોસ એન્જલસ લેકર્સ માટે 81 પોઇન્ટ બનાવ્યા હતા. તેમણે એપ્રિલ 2016માં પ્રોફેશનલ કારકિર્દીમાંથી નિવૃત્તિ લીધી.
તેમના મૃત્યુના સમાચારથી આખા વિશ્વના લોકો ખૂબજ શોકમાં છે. મોટા-મોટા રાજતેના, રમતવીરો અને અભિનેતાઓ એ પણ તેમના અવસાન ને લઇને દુઃખ વ્યક્ત કર્યું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ આ ઘટના પર શોક વ્યકત કર્યો છે. ઓબામાએ પોતાનું દુઃખ જાહેર કરતા કહ્યું કે કોબી બ્રેયાંટ મહાન હતા. તેઓ પોતાની જિંદગીની બીજી ઇનિંગ્સની શરૂઆત કરી રહ્યા છે. એક પેરેન્ટ તરીકે ગિયાનાનું મોત અમારા માટે પણ દિલ તોડનાર છે. આ દુ:ખની ઘડીમાં હું મારી સંવેદનાઓ તેમની પત્નીના પ્રત્યે સમર્પિત કરું છું. આ દિવસની કોઇએ કલ્પના પણ નહીં કરી હોય.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા ઓપનની ઇનામી રકમમાં 14 ટકાનો વધારો કરાયો, હવે વિજેતાને મળશે 20 કરોડ
આ સીવાય અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સીવાય ભારતના ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.