Home Tennis કોવિડ-19 ને કારણે ન્યુઝીલેન્ડની ATP, WTA ટૂર્નામેન્ટ્સ રદ

કોવિડ-19 ને કારણે ન્યુઝીલેન્ડની ATP, WTA ટૂર્નામેન્ટ્સ રદ

964
0
Tennis WTA & ATP
Tennis WTA & ATP

Mumbai (SportsMirror.in) : કોરોના વાયરસ મહામારીના અંતની અનિશ્ચિતતાને કારણે જાન્યુઆરીમાં સૂચિત એટીપી અને ડબ્લ્યુટીએ (ATP & WTA) ટેનિસ ટૂર્નામેન્ટ્સ રદ કરવામાં આવી હતી. એએસબી ક્લાસિક ટૂર્નામેન્ટના ડિરેક્ટર કાર્લ બઝે મંગળવારે જણાવ્યું કે, “ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું કામ સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ લોજિસ્ટિક્સ અને સલામતીના મુદ્દાઓને પ્રાધાન્ય આપતા આ પગલું લેવામાં આવ્યું છે. ”

મહિલા ઇવેન્ટમાં સેરેના વિલિયમ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે જ્યારે ફ્રાન્સનો યુગો હમ્બરટ પુરુષ ચેમ્પિયન છે.

આ પણ વાંચો : અંકિતા રૈના ફ્રેન્ચ ઓપન ક્વોલિફાયરમાંથી બહાર, ફરી સપનું રોળાયું

બઝે કહ્યું, “દેખીતી રીતે, અમે આ સમાચારને શેર કરવાથી ખૂબ જ દુ:ખી છીએ, પરંતુ સલામતી અમારી પ્રાથમિકતા છે.” એટીપી (ATP & WTA) અને ડબ્લ્યુટીએ સિઝનનો સામાન્ય રીતે આ ટૂર્નામેન્ટથી પ્રારંભ થાય છે.

Author : Vishal Vaja