New Delhi (SportsMirror.in) : ભારતીય મહિલા હોકી (Hockey India) ટીમની મિડ ફિલ્ડર નિક્કી પ્રધાન (Nikki Pradhan) ને કહ્યું કે, વર્તમાન અનુભવી મિડફિલ્ડર્સનું યુનિટ આગામી ટૂર્નામેન્ટમાં ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવશે.
મહિલા હોકી ટીમની મિડ ફિલ્ડર નિક્કી પ્રધાન (Nikki Pradhan) એ કહ્યું, “ભારતીય ટીમમાં ઘણા મિડફિલ્ડર હોવા અમારી માટે સારી વાત છે, જેમણે રાષ્ટ્રીય ટીમ માટે પહેલા જ 100થી વધુ મેચ રમી છે. ઓલિમ્પિક્સ જેવી મોટી ટૂર્નામેન્ટોમાં અનુભવ એક મહત્વપૂર્ણ પરિબળ છે અને જો આપણે 100% આપીએ તો કોઈપણ ટીમ સામે જીતી શકીશું.
Pradhan mentioned that #Hockey India through the Sports Authority of India (SAI), state governments and state units have constructed the best pitches for practice, #Nikkipradhan https://t.co/wRRBzW47Oi
— DT Next (@dt_next) September 22, 2020
અનુભવ આપણને શીખવે છે કે દબાણમાં આપણે શાંત રહેવું પડશે અને વિચારો સ્પષ્ટ રાખવા પડશે. તેથી હાલના અનુભવી મિડફિલ્ડર્સ આગામી ટૂર્નામેન્ટોમાં ટીમની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવશે.”
નિક્કી પ્રધાન ઘણી યાદગાર જીતમાં ભારતીય મહિલા હોકી ટીમનો ભાગ રહી છે. તે 2017 માં મહિલા એશિયા કપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમ, 2019 માં મહિલા સિરીઝ ફાઇનલ્સ જીતનાર ટીમ અને ગયા વર્ષે યુ.એસ.ને હરાવીને ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારી ટીમનો ભાગ રહી છે. 26 વર્ષીય નિક્કી પ્રધાન 2016 ની ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ઝારખંડની પ્રથમ મહિલા હોકી ખેલાડી હતી.
આ પણ વાંચો : સમાન તક અને સારા જુનિયર પ્રોગ્રામથી મહિલા હોકી ટીમને મદદ મળી: રાની
ગત ઓલિમ્પિક્સનો અનુભવ શેર કરતા તેણે કહ્યું, ‘રિયો ઓલિમ્પિક્સમાં ભાગ લેવાનો આનંદ છે. વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે રહેવાનો અલગ અનુભવ મળ્યો. ભારતીય મહિલા હોકી ટીમે 36 વર્ષ પછી ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યો અને તે અમારા માટે ખૂબ જ ખાસ રહ્યું.”
Author : Vishal Vaja