Home Tennis French Open 2020: હાથમાં પીડા થતી હોવા છતાં જોકોવિચ 10મી વાર સેમિફાઇનલમાં

French Open 2020: હાથમાં પીડા થતી હોવા છતાં જોકોવિચ 10મી વાર સેમિફાઇનલમાં

1270
0
Novak Djokovic enter in Semi Final of French Open 2020
Novak Djokovic

Paris (SportsMirror.in) : વિશ્વના પ્રથમ ક્રમાંકિત, નોવાક જોકોવિચ (Novak Djokovic) , ડાબા હાથમાં પીડા સાથે સંઘર્ષ કરી 17મી રેન્કના પાબ્લો કેરેનો બુસ્તાને હરાવીને 10મી વખત ફ્રેન્ચ ઓપન (French Open 2020) ની સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. હવે જોકોવિચનો અંતિમ-ચારમાં વિશ્વના પાંચમા ક્રમના ગ્રીસના સ્ટીફાનોસ સિતસિપાસથી સામનો થશે.

જોકોવિચની ક્વાર્ટર ફાઇનલમાં ધીમી શરૂઆત રહી
નોવાક જોકોવિચ (Novak Djokovic) એ ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ધીમી શરૂઆત કરી હતી અને મધ્યમાં ઘણી વખત ડાબા હાથમાં દુખાવો થવાને કારણે તે પીડા સામે પણ લડતો જોવા મળ્યો હતો. તેને ટ્રેનરે એક મસાજ પણ આપ્યો. જોકે, જોકોવિચે 3 કલાક 10 મિનિટ સુધી ચાલેલી મેચ 4-6,6-2,6-3,6-4થી જીતી લીધી અને રોલાન ગેરાં ઉપરના બીજા ટાઈટલ તરફ આગેકૂચ કરી હતી.

 

ગત મહિને યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં પણ બંને ખેલાડીઓ સામ-સામે હતા. ત્યારે ગુસ્સામાં જોકોવિચે બોલ ફટકાર્યો હતો અને તે લાઈન જજને વાગ્યો હતો જેથી જોકોવિચે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો : Tennis : ફ્રેન્ચ ઓપનમાં મેચ ફિક્સિંગની તપાસ શરૂ થઈ

આ કારણે તે વર્ષ 2020ની પ્રથમ મેચ બની જ્યારે જોકોવિચે હારનો સામનો કરવો પડ્યો હોય.  ત્યારબાદથી રમાયેલી તમામ 10 મેચોમાં જોકોવિચે જીત મેળવી છે અને આ વર્ષે તેનો જીત-હારનો રેકોર્ડ હવે 36-1 છે.

Author: Vishal Vaja