Chennai (SportsMirror.in) : ચેન્નઇમાં 5 ફેબ્રુઆરી 2021 થી ટીમ ઇન્ડિયા (Team India) અને ઇંગ્લેન્ડ (England Cricket) વચ્ચે ચાર ટેસ્ટ મેચ સીરિઝની પહેલી ટેસ્ટ મેચની શરૂઆત થઇ રહી છે. ત્યારે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં યુવા ક્રિકેટર ઓલી પોપ (Ollie Pope) ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓલી પોપને ઇંગ્લેન્ડ ટીમમાં મધ્યમ ક્રમના બેટ્સમેન તરીકે લેવામાં આવ્યો છે.
Welcome back, @OPope32! 👋
🇮🇳 #INDvENG 🏴
— England Cricket (@englandcricket) February 3, 2021
ક્વોરંટાઇન સમયમાંથી બહાર આવ્યા બાદ બંને ટીમોએ મેદાન પર આકરી પ્રેકટીસ કરી હતી. ઇંગ્લેન્ડ ટીમમાં સમાવવામાં આવેલ ઓલી પોપ (Ollie Pope) વિશે વાત કરીએ તો તે ગત વર્ષે ઓગસ્ટમાં પાકિસ્તાન સામેની છેલ્લી ટેસ્ટ મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
ઇજાગ્રસ્ત થયા બાદ ઓલી પોપ (Ollie Pope) નું ઓપરેશન કરવામાં આવ્યું હતું. લાંબા સમયના બ્રેક બાદ ઓલી પોપ ક્રિકેટના મેદાન પર પરત ફરી રહ્યો છે. જોકે શ્રીલંકા સામેની સીરિઝમાં ઇંગ્લેન્ડ ટીમનો સભ્યો ન હતો તેમ છતાં તે ઇંગ્લેન્ડ ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે ગયો હતો. આનાથી તેને ઇંગ્લેન્ડની ટીમના સપોર્ટ સ્ટાફની સાથે ક્વોરંટાઇન રહ્યો અને ઉપખંડની પરિસ્થિતિઓ- વાતાવરણના અનુરૂપ બનવામાં મદદ મળી હતી.
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (England Cricket) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “ભારત પ્રવાસ માટે સરી ટીમના બેટ્સમેન ઓલી પોપને ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો છે.
આ પણ વાંચો : ભારતીય આક્રમણને જોતા ઝડપી બોલરોને અનુકૂળ વિકેટ મળી શકે છેઃ બર્ન્સ
ઇંગ્લેન્ડની મેડિકલ ટીમને તેના સ્વાસ્થ્યથી ઘણો સંતોષ છે અને તેના રીપોર્ટના આધારે તેની (Ollie Pope) ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ છે. “જો પ્રથમ ટેસ્ટ માટે તેને પ્લેઇંગ 11 ટીમમાં પસંદ કરવામાં આવે તો તે પાંચ કે છ નંબર પર બેટિંગ કરશે.”
Author: Vishal Vaja