Home More Sports ટોક્યો ઓલિમ્પિકના આયોજકોનું ધ્યાન રમતના મહાકુંભની યજમાની પર

ટોક્યો ઓલિમ્પિકના આયોજકોનું ધ્યાન રમતના મહાકુંભની યજમાની પર

4376
0
Tokyo Olympics 2021
Tokyo Olympics 2021

Tokyo (SportsMirror.in) : ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (International Olympic Committee) ના અધ્યક્ષ થોમસ બાક અને સ્થાનિક આયોજકોને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) રદ કરાશે તેવા અહેવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના મહામારી ફેલાતા 10 મહિના અગાઉ ટોક્યો ઓલિમ્પિકને પોસ્ટપોન કરવામા આવ્યું અને આ વર્ષે 23 જુલાઈએ તેનું ઉદ્ધાટન થવાનું છે. પરંતુ તેના આયોજન પર ફરી સંકટના વાદળો જોવા મળી રહ્યાં છે.

 

લંડનથી સૂત્રોએ એવા વાત જણાવી છે કે, ટોક્યો ઓલિમ્પિક 2021 ને રદ કરવામા આવશે. આ વાત સત્તાધારી ગઠબંધનના વરિષ્ઠ સભ્યના હવાલાથી સામે આવી છે.

જોકે સૂત્રોએ જણાવ્યું કે, ‘ કોઈપણ પહેલા આ વાતને નથી કહેવા માંગતું પરંતુ વાત તો એ જ છે કે, આ વર્ષે પણ ટોક્યો ઓલિમ્પિક નું આયોજન મુશ્કેલ છે. વ્યક્તિગત રીતે પણ મને નથી લાગતું કે ગેમ્સનું આયોજન શક્ય બનશે.’

જોકે સ્થાનિક આયોજન કમિટીના લોકોએ જણાવ્યું કે, ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ની તૈયારીઓ આગળ વધી રહ્યાં છે અને જાપનના વડાપ્રધાન યોશિહિદે સુગાનું સમર્થન છે.

આ પણ વાંચો : Tokyo Olympics: અમને ટોક્યોમાં મેડલ જીતવાનો વિશ્વાસ છે: આકાશદીપ

આ અંગે તેમણે નિવેદનમાં જણાવ્યું  કે,‘જાપાનીઝ સરકાર, ટોક્યો રાજ્ય સરકાર, આઈઓસી (IOC) અને ઈન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટીનું ધ્યાન ઓલિમ્પિક (Tokyo Olympics) ના આયોજન પર છે. અમને જનજીવન સામાન્ય થવાની આશા છે અને સુરક્ષિત રીતે ગેમ્સનું આયોજન કરવાના પ્રયાસો કરતા રહીશું.’

Author: Sarah Ali