Home More Sports એશિયન ગેમ્સ અને WFI માં માટે દંગલ ગર્લ ફોગટ સિસ્ટર્સને પડતી મુકવામાં...

એશિયન ગેમ્સ અને WFI માં માટે દંગલ ગર્લ ફોગટ સિસ્ટર્સને પડતી મુકવામાં આવી

1286
0
Photo Source : Google

17 મે, (Sports Mirror), મુંબઇ : દંગલ ગર્લ તરીકે ઓળખાતી ફોગટ સિસ્ટર્સના ચાહકો માટે ખરાબ સમાચાર છે. મળતી માહીતી મુજબ એશિયન ગેમ્સના કેમ્પમાં ફોગટ સિસ્ટર્સને પડતા મુકવામાં આવ્યા છે. પડતા મુકવાનું સાચુ કારણ જાણવા નથી મળી રહ્યું પરંતુ એવું કહેવામાં આવે છે કે રેસલિંગનો રાષ્ટ્રીય ફેડરેશ ફોગટ સિસ્ટર્સથી કંટાળી ગયું છે. નેશનલ કેમ્પ માટે ગીતા ફોગટ, બબિતા ફોગટ, રિતુ ફોગટ અને સંગીતા ફોગટને પડતી મુકી છે. ફોગટ સિસ્ટર્સની ગેરશિસ્ત છેલ્લા ઘણા સમયથી ફેડરેશનના ઉડીને આંખે વળગતી હતી.

આ મહિનાના અંતમાં યોજાનાર આસિયાદ ટ્રાયલ્સમાં તમામ બહેનો ભાગ નહીં લઈ શકે. જેથી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જકાર્તામાં યોજાનાર ગેમ્સમાં પણ ભાગ નહીં લઈ શકે. નેશનલ કેમ્પનો હિસ્સો હોય તેવા રેસલર જ આ ટ્રાયલમાં ભાગ લઈ શકશે. ત્યારે ફોગાટ સિસ્ટર્સે શોકોઝ નોટિસ ફટકારી ફેડરેશન માટે આવું પગલું કેમ ભરવામાં આવ્યું તે અંગે સ્પષ્ટીકરણ માગ્યું છે.

ગેરશિસ્ત બદલ નોટિસ
ગેરશિસ્ત મામલે ફરિયાદ કરવાને બદલે ગીતા અને બબિતા પ્રત્યે નરમ વલણ દાખવવા બદલ અગાઉ રેસલિંગ ફેડરેશનની ટીકા થઈ હતી, ત્યારે તાજેતરમાં ચારેય બહેનોના અવિવેક મામલે ફેડરેશને કડક વલણ અપનાવ્યું છે અને એશિયન ગેમ્સની તૈયારી માટે ફેડરેશન દ્વારા ફરજિયાત કરાયેલ નેશનલ કેમ્પમાંથી ચારેય બહેનોની પડતી મૂકી છે. ઉલ્લેખીય છે કે આ કેમ્પ લખનઉમાં યોજાનાર છે.

કુલ 15 રેસલરને પડતા મૂકાયા
WFI ફેડરેશન દ્વારા કુલ 15 પુરુષ અને મહિલા ફ્રી સ્ટાઈલ રેસલર વિરુદ્ધ પગલાં ભરવામા આવ્યાં છે અને નેશનલ કેમ્પમાંથી તેમનાં નામ હટાવી દેવામાં આવ્યાં છે. રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ બ્રિજ ભૂષણ શરણ સિંહે બુધવારે સાંજે આ નોટિસ પર હસ્તાક્ષર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે નેશનલ કેમ્પ માટે પડતા મુકાયા તેવા 15 રેસલરમાં રિયો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ સાક્ષી મલિકના પતિ સત્યવર્ત કાદિયાનનું નામ પણ સામેલ છે.

શું કહ્યું ફેડરેશને ફોગટ સિસ્ટર્સ માટે
બ્રિજ ભૂષણ શરણસિંહ મુજબ આ રેસલરે પહેલેથી જ કેમ્પમાં હાજર ન રહી શકે તેવી જાણ કરી હતી, જેથી ફેડરેશને તેમની જગ્યાએ અન્ય રેસલર્સને મોકલ્યા છે. કહ્યું કે, “આ 15 રેસલરમાંથી એકેય કેમ્પને સિરિયસલી ન લેતા હોય તેવું જણાઈ રહ્યું છે. ગેરશિસ્તને નહીં ચાલાવી લઈએ. જેથી અમે લખનઉ કેમ્પ અને સોનપત કેમ્પથી આ તમામ રેસલરને કાઢી મૂક્યા છે. વધુમાં તેઓ એશિયલ ગેમ્સ ટ્રાયલમાં પણ ભાગ નહીં લઈ શકે.”