Melbourne (SportsMirror.in) : વર્ષ 2021 ના પહેલા ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open 2021) ટેનિસ ટૂર્નામેન્ટ ને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોરોના મહામારીમાં આ વર્ષ 2021 માં ઓસ્ટ્રેલિયા ઓપન 8 ફેબ્રુઆરીના રોજ શરૂ થઇ છે. ઓસ્ટ્રેલિય ઓપન (Australian Open 2021) માટે 2 વિશેષ ચાર્ટર પ્લેન થકી અહીં આવેલા 47 ખેલાડીઓને કડક સુરક્ષા વચ્ચે ક્વારેન્ટાઈનમાં મોકલી દેવામા આવ્યા છે.
કારણ કે ફ્લાઈટ્સમાં આવેલા લોકોમાંથી 3 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ કારણે ખેલાડીઓને 14 દિવસ માટે ક્વારેન્ટાઈન કરવામા આવ્યા છે. આ દરમિયાન તેઓ પોતાના હોટલ રૂમની બહાર નીકળી શકશે નહીં અને આ કારણે તેઓ પ્રેક્ટિસ પણ કરી શકશે નહીં. તમને જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયન ઓપન 8 ફેબ્રુઆરી 2021 થી શરૂ થઈ રહી છે.
Update from Adelaide: SA Health has confirmed that there is no one who has an active COVID-19 infection in the entire tennis cohort based in Adelaide. Testing will continue on a daily basis.
— #AusOpen (@AustralianOpen) January 16, 2021
ટેનિસ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું કે, ‘લૉસ એન્જિલિસ આવેલા ચાર્ટર ફ્લાઈટ્સમાં 2 કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્રીજો કેસ અબુ ધાબીથી અહીં આવેલા વિશેષ વિમાનમાં મળી આવ્યો હતો.’
કેનેડાની સ્ટાર ખેલાડી બિયાંકા આદ્રીસ્કૂના કોચ બ્રૂનીયુએ કહ્યું કે, અબુ ધાબીથી ઓસ્ટ્રેલિયા પહોંચવા પર તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેમની ટીમના અન્ય ખેલાડીઓના પરિણામ નેગેટિવ આવ્યા હતા.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયન ઓપન માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા
આ અગાઉ અધિકારીઓએ જણાવ્યું કે, લોસ એન્જિલિસથી આવનારા પ્રવાસીઓને 14 દિવસ માટે ક્વારેન્ટાઈન કરાયા છે. ટેનિસ ઓસ્ટ્રેલિયાએ (Australian Open 2021) આ અંગે પૃષ્ટિ કરી હતી. લોસ એન્જિલિસથી ફ્લાઈટમાં 24 અને અબુ ધાબીથી આવેલી ફ્લાઈટમાં 23 ખેલાડી હતા.
Author: Sarah Ali