New York (SportsMirror.in) : ભારતીય બાસ્કેટબૉલ (Basketball India) ખેલાડી પ્રિંસપાલ સિંહ (Princepal Singh) માં NBA ‘G’ લીગની વિકાસ ટીમ ઇન્ગાઇટમાં જોડાયા બાદથી રમતમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે, મંગળવવારે મુખ્ય કો બ્રાયન શૉએ કહ્યું.
ઇન્ગાઇટ એ એક પ્રકારની વિકાસ ટીમ છે જેમાં વિશ્વભરના મોટાભાગના NBA ડ્રાફ્ટનો સમાવેશ થાય છે. તો તમને જણાવી દઇએ કે પ્રિંસપાલ સિંહ ગત વર્ષે ઓક્ટોબરમાં જ પ્રેક્ટિસ માટે ટીમ સાથે જોડાયો હતો.
"Princepal was probably the MVP of practice." – Brian Shaw, Head Coach, Ignite
Strong praise coming for our very own @princepal_15 😍
Click the link 👇 to read full storyhttps://t.co/tzR4rFTIbY
— NBAIndia (@NBAIndia) February 2, 2021
મેં શરૂઆતમાં તેની સાથે ધીરે ધીરે કામ કરવાનું વિચાર્યું હતું. તેણે પ્રેક્ટિસ દરમ્યાન સાચી રીતે કુદવાની ઘણી પ્રેક્ટિસ કરી હતી. તે બધા યુવા ખેલાડીઓમાંથી સૌથી છેલ્લે અમારી સાથે જોડાયો હતો. પણ તેણે ઘણી આખરી મહેનત કરી છે.
કોચ બ્રાયન શૉ એ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “પ્રિંસપાલ સિંહ (Princepal Singh) માં આત્મવિશ્વાસ વધુ છે. તેને સારી રીતે ખ્લાય છે કે ક્યારે અને ક્યા વધુ મહેનત કરવાની જરૂર છે. તે દિવસે ને દિવસે વધુ મજબુત અને શાનદાર ખેલાડી બની રહ્યો છે. તે પોતાની સહનશક્તિનું નિર્માણ કરી રહ્યો છે.”
કોચ બ્રાયન શૉને લાગી કહ્યું છે કે ટીમમાં અન્ય ખેલાડીઓની સાથે રમવાથી પ્રિંસપાલ સિંહ (Princepal Singh) ને એક ખેલાડી તરીકે પોતાનામાં સુધારો કરવામાં ઘણી મદદ મળશે.
કોચે વધુમાં કહ્યું કે, “તે દરરોજ જે ટુર્નામેન્ટ રમી રહ્યો છે તે એક ઉચ્ચ કક્ષાની ટુર્નામેન્ટ છે અને તે તેની રમતમાં ઘણી મદદ કરશે. આ સ્તર સુધી પહોંચ્યા બાદ મેં તેનામાં ઘણો સુધાર જોયો છે.
ये खबर हिंदी में भी पडे : प्रिंसपाल सिंह ने बहुत सुधार किया है, उनकी NBA डेवलपमेंट टीम के कोच ब्रायन शॉ ने कहा
કોચ બ્રાયન શૉએ તેના વખાણ કરતા કહ્યું કે, “મને લાગે છે કે અમારી પાસે જેટલા ખેલાડીઓ રમી રહ્યા છે તેમાથી પ્રિંસપાલ સિંહ (Princepal Singh) માં સૌથી વધુ સુધારો જોયો છે. તે ખરેખર ઘણી મહેનત કરી રહ્યો છે.”
આ પણ વાંચો : રમત ગમત બજેટમાં ગત બજેટ કરતા 230.78 કરોડ ઓછા
ટીમનો ભાગ બનવાથી ખુશ થયેલ પ્રિંસપાલ સિંહે (Princepal Singh) કહ્યું કે, “જ્યારે હું અહીંયા આવ્યો હતો ત્યારે હું મારી ટીમ અને કોચ ને મળવા માટે ઘણો ઉત્સાહીત હતો. ભારતમાં લોકડાઉનના કારણે હું રમી ન હતો શક્યો એટલે થોડો અનફિટ હતો. મે આ સમયમાં શુટીંગ અને ડ્રિબ્લિંગ, પાસિંગ સેંસમાં સુધાર કરવાનો પ્રયત્ન કર્યો.”
Author: Jatin Sharma