Abu Dhabi (SportsMirror.in) : શુક્રવારે રાત્રે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના ઓપનર અને વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે (Quinton de Kock) 44 બોલમાં અણનમ 78 રનની શાનદાર ઇનિંગ્સ રમીને તેની ટીમને આઠ વિકેટનો વિજય અપાવ્યો હતો. પરંતુ જો ટીમના મુખ્ય કોચ મહેલા જયવર્દન (Mahela Jayawardene) ને ટીમના સ્ટાર ખેલાડી ક્વિન્ટન ડી કોકની બેટીંગ શ્રેષ્ઠ લાગી ન હતી. આ અંગે તેણે કારણ પણ જણાવ્યું હતું.
🚨 Milestone alert 😋
Last night, Quinton de Kock became the first #MI player to play an @IPL match in his 𝕥𝕣𝕒𝕚𝕟𝕚𝕟𝕘 𝕥𝕣𝕠𝕦𝕤𝕖𝕣 👖😂#OneFamily #MumbaiIndians #Dream11IPL @MahelaJay pic.twitter.com/TYjJfv6K2j
— Mumbai Indians (@mipaltan) October 17, 2020
મુંબઇ ટીમે ટ્વિટર પર શેર કરેલા વીડિયોમાં જયવર્દનેએ કારણ જણાવ્યું
મુંબઈ ઈન્ડિયન્સે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમના કોચ મહેલા જયવર્ધનેએ ડી કોક (Quinton de Kock) ને પ્રેક્ટિસ પેન્ટમાં બેટિંગ બંધ કરવાનું કહ્યું છે.
મેચ બાદ મહેલા જયવર્દનેએ મુંબઇ ઇન્ડિયન્સ ટીમ સાથે વાત કરી રહ્યા છે કે, “ક્વિન્ટન ડી કોક તમામ કક્ષામાં શાનદાર રમત રમી હતી. પણ કોચ મહેલા જયવર્દનેએ કહ્યું કે માત્ર ડી કોક જ પ્રેક્ટિસ સેશન દરમ્યાન પેન્ટમાં બેટીંગ કરી રહ્યો હતો.”
તેણે ડી કોકને કહ્યું, “ઠીક છે, હવે ફરીથી એવું ન કરો કારણ કે માર્કેટિંગ ટીમ ક્રેઝી છે, લોકો અસ્વસ્થ થઈ જશે.” જો તે કાર્ય કરે તો તે થાય છે, નહીં તો આપણે કંઈક બીજું જોયું હોત.
ડી કોક બેટિંગ કરતી વખતે તેની જર્સી નીચે રાખતો હતો જેથી તેની પ્રેક્ટિસ પેન્ટની નારંગી પટ્ટી દેખાય નહીં.
આ પણ વાંચો : Rohit Sharma: રમતના દરેક વિભાગમાં સારું પ્રદર્શન કર્યું અને અપેક્ષાઓ પૂરી કરી
આ પછી જયવર્દને ટીમને પ્રોત્સાહન આપતા કહ્યું કે, તમે લોકોએ ખૂબ સરસ પ્રયાસ કર્યો. હવે પછીની મેચ દુબઈમાં છે. મુંબઇની ટીમ 12 પોઇન્ટ સાથે IPL 2020 ના પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
Author: Rahul Joshi