Home Hockey સમાન તક અને સારા જુનિયર પ્રોગ્રામથી મહિલા હોકી ટીમને મદદ મળી: રાની

સમાન તક અને સારા જુનિયર પ્રોગ્રામથી મહિલા હોકી ટીમને મદદ મળી: રાની

1605
0
Rani Rampal
Rani Rampal

Mumbai (SportsMirror.in) : ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ (Rani Rampal) નું માનવું છે કે, પુરુષ હોકી ટીમની સમાન તક અને ઉત્કૃષ્ટ જુનિયર કાર્યક્રમથી મહિલા ટીમનું પ્રદર્શન સુધર્યું છે. ભારતીય મહિલા હોકી ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં સારો દેખાવ કર્યો છે જેમાં 2018 એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.

ભારતીય મહિલા હોકી ટીમની સુકાની રાની રામપાલ (Rani Rampal) એ કહ્યું કે, “હું માનું છું કે ફેડરેશન દ્વારા સિસ્ટમને પ્રોફેશનલ બનાવવાથી મદદ મળી. ટેલેન્ટ હન્ટનો જુનિયર કક્ષાએ સારો કાર્યક્રમ યોજાયો. યુવા ખેલાડીઓ જુનિયરથી સિનિયર કક્ષા સુધી એન્ટ્રી કરી રહ્યા છે અને તેમને વધુને વધુ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ્સનો અનુભવ મળી રહ્યો છે. યુથ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનારા લાલરેમસિઆમી અને સલીમા તેતે જેવા ખેલાડીઓ સરળતાથી સિનિયર ઇવેન્ટમાં પ્રવેશ કરી શકશે.”

“મહિલા ટીમ તેટલી જ અથવા વધુ ઈન્ટરનેશનલ મેચ રમી રહી છે, જેનાથી ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે.” ગત મહિને ખેલરત્ન મેળવનાર પ્રથમ મહિલા હોકી ખેલાડી બનનારી રાનીએ કહ્યું કે, તે ઇચ્છે છે કે ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરે. આ માટે તે ટીમને સતત પ્રોત્સાહિત કરે છે.

આ પણ વાંચો : COVID-19 કેસે મને માનસિક રીતે મજબૂત બનાવ્યો છે: હોકી ટીમના કેપ્ટન મનપ્રીત

તેમણે કહ્યું, “સાઇના નેહવાલ અને પીવી સિંધુએ કેવી રીતે ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરીને રમતને બદલી નાખી. તેઓ માત્ર સારી ખેલાડી જ નહીં પરંતુ આત્મનિર્ભર અને સક્ષમ મહિલાઓ પણ બની. હું ઈચ્છીશ કે અમારી ટીમને ઓલિમ્પિક્સમાં આવી જ સફળતા મળે.”

Author : Rahul Joshi