Canberra (SportsMirror.in) : રવિન્દ્ર જાડેજાની (Ravindra Jadeja) અણનમ 44 રનની આક્રમક ઇનીંગ બાદ માથાના ભાગે ઇજાના કારણે વિકલ્પના રૂપમાં મેદાન પર આવેલ ચહલે (Yuzvendra Chahal) શાનદાર બોલીંગ કરી હતી અને તેના દમ પર ટીમ ઇન્ડિયાએ (Team India) પહેલી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 11 રને માત આપી સીરિઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. લોકેશ રાહુલે ટી20 ક્રિકેટમાં પોતાનું ફોર્મ જાળવી રાખતા અડધી સદી ફટકારી હતી. તો જાડેજાની ઇનીંગ ભારત માટે સંકટમોચન બની હતી. જેની મદદથી ભારતે 7 વિકેટે 161 રનનો જુમલો ખડકી દીધો હતો.
#TeamIndia win the first T20I by 11 runs.
Scorecard – https://t.co/NqBIFiANv3 #AUSvIND pic.twitter.com/UGMTR3QaP6
— BCCI (@BCCI) December 4, 2020
રવિન્દ્ર જાડેજાના (Ravindra Jadeja) માથાના ભાગે ઇજા થવાના કારણે ‘કનકશન’ ના વિકલ્પ તરીકે સ્પિનર યુજવેન્દ્ર ચહલ મેદાન પર આવ્યો હતો અને તેણે 4 ઓવરમાં 25 રન આપી 3 મહત્વની વિકેટ ઝડપી હતી અને તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. ભારતીય બોલરો સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 150 રન જ કરી શકી હતી.
પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી રહેલ ટી નટરાજને પણ 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ICC મેચ રેફરી ડેવિડ બુને ભારતને નિયમ પ્રમાણે જાડેજાની જગ્યાએ ચહલને મેદાન પર મોકલવાની પરવાનગી આપી હતી. પણ ઓસ્ટ્રેલિયા ટીમના કોચ જસ્ટિન લૈંગર નારાજ જોવા મળી રહ્યા હતા. ચહલે ફોર્મમાં ચાલી રહેલ સુકાની એરોન ફિંચ (35 રન) અને સ્ટીવ સ્મિથ (12) ની વિકેટ પહેલી 2 ઓવરમાં જ પાડી દીધી હતી. વન-ડે ક્રિકેટમાં શાનદાર પદાપર્ણ કર્યા બાદ નટરાજને ટી20માં પણ પ્રભાવિત કરતા ગ્લેન મેક્સવેલને આઉટ કરી દીધો હતો. તો ત્યાર બાદ ડાર્સી શૉર્ટને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. ડાર્સીએ 38 બોલમાં 34 રન કર્યા હતા. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના હાથમાંથી પુરી મેચ નીકળી ગઇ હતી.
ये खबर हिंदी में भी पढे : गेंदबाजो के कहर से टीम इन्डिया ने पहले टी20 मेच में ओस्ट्रेलिया को 11 रनो से मात दी, चहल बने मेन ओफ ध मेच
આ પહેલા લોકેશ રાહુલે 40 બોલમાં 51 રન કર્યા હતા. પણ હેનરિક્સ અને એડમ ઝંપાએ ભારતીય બેટ્સમેનો પર દબાવ રાખ્યો હતો. ઝંપાએ 4 ઓવરમાં 20 રન આપી 1 વિકેટ તો હેનરિક્સ 22 રન આપી 3 વિકેટ ઝડપી હતી. બંનેએ 11 થી 15 ઓવરમાં ભારતીય બેટ્સમેનો પર ઘણો દબાણ રાખ્યું હતું. પણ ત્યાર બાદ જાડેજા એ અંતિમ ઓવરમાં જબરદસ્ત બેટીંગ કરતા 23 બોલમાં અણનમ 44 રન કર્યા હતા.
આ પણ વાંચો : ડેવિડ વોર્નર અને કમિન્સ ભારત સામેની અંતિમ વન-ડે અને ટી20 સીરિઝમાંથી બહાર
ભારતે 11 થી 15 ઓવરમાં 22 રન કર્યા હતા અને 3 વિકેટ ગુમાવી હતી. સંજુ સેમસન 15 બોલમાં 23 રન બનાવી આઉટ થયો હતો. વન-ડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર પંડ્યા અને સેમસન પીચની ઉછાલમાં થાપ ખાઇ ગયા અને મોટી ઇનીંગ રમવામાં નિષ્ફળ રહ્યા. મિશેલ સ્ટાર્કે 2 વિકેટ ઝડપી પણ ડેથ ઓવરમાં મોંઘો બોલર સાબિત થયો.