Canberra (SportsMirror.in) : રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરિઝ માંથી બહાર થઇ ગયો છે. માથાના ભાગે ઇજા પહોંચવાના કારણે ટી20 સીરિઝની બાકીની બંને મેચ નહીં રમી શકે. હવે ટીમ ઇન્ડિયામાં તેની જગ્યાએ ફાસ્ટ બોલર શર્દુલ ઠાકુર (Shardul Thakur) ને સમાવવામાં આવ્યો છે.
ALERT 🚨: Ravindra Jadeja ruled out, Shardul Thakur added to #TeamIndia squad for T20I series against Australia #AUSvIND
More details here 👉https://t.co/MBw2gjArqU pic.twitter.com/E3a3PkC1UF
— BCCI (@BCCI) December 4, 2020
તમને જણાવી દઇએ કે રવિન્દ્ર જાડેજાન (Ravindra Jadeja) ને ઓસ્ટ્રેલિયા સામે શુક્રવારથી શરૂ થયેલ ટી20 સીરિઝમાં પહેલી મેચમાં મિચેલ સ્ટાર્કની બોલ માથાના ભાગે વાગવાથી ઇજા પહોંચી હતી. ત્યાર બાદ ડ્રેસિંગ રૂમમાં મેડિકલ ટીમે રવિન્દ્ર જાડેજાની ઇજાની તપાસ કરી હતી. ત્યાર બાદ જાડેજાને આગળ રમવાથી રોકવામાં આવ્યો હતો. તેના સ્થાને યુવા સ્પિનર યુજવેન્દ્ર ચહલને રિપ્લેસમેન્ટના રૂપમાં મેદાન પર બોલાવવામાં આવ્યો હતો.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ આ અંગે જણાવ્યું રવિન્દ્ર જાડેજા હાલ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. 5 ડિસેમ્બર 2020 ની સવારે તેની તપાસ થશે અને તેના આધાર પર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને સ્કેન માટે લઇ જવામાં આવશે. જાડેજાને કૈનબરામાં રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 23 બોલમાં અણનમ 44 રન કર્યા હતા અને ટીમ ઇન્ડિયાને સન્માનજનક સ્કોર 161 સુધી પહોંચાડ્યો હતો. ટીમ ઇન્ડિયાની જીત માટે તેનું યોગદાન ઘણું મહત્વું ગણવામાં આવ્યું છે. આમ ટીમ ઇન્ડિયાએ સીરિઝની પહેલી ટી20 મેચ 11 રને જીતી લીધી છે અને સીરિઝમાં 1-0 થી લીડ મેળવી લીધી છે.
આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજા અને તેના વિકલ્પમાં ચહલે ભારતને પહેલી ટી20 માં શાનદાર જીત અપાવી
હવે, બાકીની 2 ટી20 મેચ માટે આ રહેશે ટીમ ઇન્ડિયા:
વિરાટ કોહલી (સુકાની), લોકેશ રાહુલ (ઉપ સુકાની, વિકેટ કીપર), શિખર ધવન, મયંક અગ્રવાલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સુંજુ સેમસન, વોશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચહલ, ટી નટરાજન અને શર્દુલ ઠાકુર.