Home Cricket ભારતને ટેસ્ટ શ્રેણીમાં વધુ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે: પોન્ટિંગ

ભારતને ટેસ્ટ શ્રેણીમાં વધુ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે: પોન્ટિંગ

927
0
Ricky Ponting on Team India
Ricky Ponting on Team India

Sydney (SportsMirror.in) : ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પુર્વ સુકાની રિકી પોન્ટિંગ (Ricky Ponting) નું માનવું છે કે ચાર મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ માટે ભારતીય ટીમ શ્રેષ્ઠ ટીમ છે અને શ્રેણીની મધ્યમાં કેપ્ટન વિરાટ કોહલીની ઘરે પરત ફરવું અનિશ્ચિતતા લાવશે.

બોર્ડર-ગાવસ્કર ની શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઑસ્ટ્રેલિયા (AUSvIND) પ્રવાસ પર ચાર મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે અને સુકાની વિરાટ કોહલી ટેસ્ટ શ્રેણીની અંતિમ ત્રણ મેચ રમશે નહીં અને ઘરે પરત ફરશે, કારણ કે તેની પત્ની અનુષ્કા શર્મા તેમના પહેલા સંતાનને જન્મ આપશે.

જોકે ઓસ્ટ્રેલિયાના ટીમના પુર્વ સુકાની રીકિ પોન્ટિંગ (Ricky Ponting) નું એમ પણ માનવું છે કે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની વાપસી સાથે યજમાનો આ વખતે ભારતીયો માટે મુશ્કેલી ઉભી કરશે. ભારતે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી ત્યારે બોલ ટેમ્પરિંગને લીધે સ્મિથ અને વોર્નર 2018–19 માં ઑસ્ટ્રેલિયા પ્રવાસનો ભાગ ન હતા. પોન્ટિંગે ક્રિકેટ ડોટ કોમને કહ્યું કે, એક વાત આપણે કરી ન હતી તે છે કે ભારતીય ટીમ છેલ્લી વખત ખૂબ જ મજબૂત હતી.

પરંતુ તેઓ (સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર) ટોચના ક્રમમાં ન હોતા. તે કોઈ પણ ટીમમાં મોટો ફરક પાડે છે. તેમણે કહ્યું, ‘ભારત વિરાટ કોહલીની બેટિંગ અને કેપ્ટનશીપ ગુમાવશે (છેલ્લા ત્રણ ટેસ્ટમાં) તેનાથી ખેલાડીઓ પર દબાણ આવશે. તમે વિચારશો કે અજિંક્ય રહાણે ટીમની કેપ્ટનશીપ સંભાળશે, પરંતુ તેનાથી તેના પર વધુ દબાણ આવશે. ઉપરાંત, નંબર 4 જેવા મહત્વપૂર્ણ સ્થાન માટે તેને વધારાના દબાણનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો : ભારત સામે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા હું માટે યોગ્ય હતો: પુકોવસ્કી

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની રીકિ પોન્ટીંગ (Ricky Ponting) નું માનવું છે કે ઑસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટમાં ડેવિડ વોર્નર અને જોય બર્ન્સ સાથે ઇનિંગ્સની શરૂઆત કરવી જોઈએ. તેમણે કહ્યું, “બર્ન્સએ ઘણું ખરાબ કર્યું નથી. જો તમે છેલ્લી સીઝન પર નજર નાખો તો તેણે બ્રિસબેનમાં પ્રથમ ટેસ્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું. તમને જણાવી દઇએ કે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચની સીરિઝ અને 3 ટી20 તથા 3 વન-ડે શ્રેણી પણ રમશે.

Author: Rahul Joshi