Home Tennis ઓસ્ટ્રેલિયા ઓપન અગાઉ દીકરીને “ઝુ” ની મુલાકાતે લઈ ગઈ સેરેના વિલિયમ્સ

ઓસ્ટ્રેલિયા ઓપન અગાઉ દીકરીને “ઝુ” ની મુલાકાતે લઈ ગઈ સેરેના વિલિયમ્સ

2441
0
Serena Williams and Novak DJokovic at Australian Open 2021
Serena Williams and Novak DJokovic

Melbourne (SportsMirror.in) : ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open 2021) અગાઉ સેરેના વિલિયમ્સ (Serena Williams) અહીં શુક્રવારે નાઓમી ઓસાકા સામે એક્ઝિબિશન મેચ રમશે પરંતુ તે અગાઉ 14 દિવસનો ક્વારેન્ટાઈન પિરિયડ પૂર્ણ થવા પર સેરેના દીકરીને પ્રાણીસંગ્રહાલયની મુલાકાતે લઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયામાં મહામારીને કારણે પ્રોટોકોલને જોતા ઓસ્ટ્રેલિયન ઓપન માટે આવેલા તમામ ખેલાડીઓને 14 દિવસ ક્વારેન્ટાઈનમાં રહેવાનો વારો આવ્યો હતો.

23 વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન સેરેના વિલિયમ્સ (Serena Williams) એ કહ્યું કે, તે રોજ કેલેન્ડર પર એક દિવસ કટ કરતી હતી અને પોતાની 3 વર્ષીય દીકરી ઓલિમ્પિયાની સાથે પૂર્ણ સમય પસાર કર્યો હતો. ક્વારેન્ટાઈન બાદ તેણે પહેલા શું કર્યું તે સવાલના જવાબમાં કહ્યું,‘અમે પ્રાણીસંગ્રહાલય ગયા હતા. 3 વર્ષીય દીકરી સાથે એક રૂમમાં રહી અને તેની સારી મિત્ર બનવું મુશ્કેલ કામ હતું. ખાસ તો વર્કઆઉટ અને પ્રેક્ટિસ બાદ.

આ પણ વાંચો : કોરોનાના કેસ આવ્યા છતાં નહીં બદલાય ઓસ્ટ્રેલિયન ઓપનનો શેડ્યુલ

પરંતુ તેની સાથે સમય પસાર કરવાથી વધુ મહત્ત્વપૂર્ણ મારી માટે કંઈજ નથી.’ પુરુષ કેટેગરીમાં ટોચનો ક્રમાંક ધરાવતા નોવાક જોકોવિચનો સામનો ઈટાલીના જાનિક સિનેરથી થશે જે ક્વારેન્ટાઈનમાં રાફેલ નડાલનો પ્રેક્ટિસ પાર્ટનર હતો. ઓસ્ટ્રેલિયન ઓપન 8 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે.

Author: Sarah Ali