Press "Enter" to skip to content

ફ્રેંચ ઓપનમાં હવે સેરેના વિલિયમ્સ “બ્લેક કેટ” સુટ પહેરવા પર પ્રતિબંધ

26 ઓગષ્ટ, (SportsMirror.in), મુંબઇ : મહિલા ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ હવે ફ્રેન્ચ ઓપનમાં પોતાના કેટ સૂટમાં જોવા નહીં મળે. ફ્રેન્ચ ઓપનના આયોજકોએ ટૂર્નામેન્ટમાં નવો ડ્રેસ કોડ લાગુ કર્યો છે અને આ કારણે સેરેના પોતાનો બ્લેક ડ્રેસ નહીં પહેરી શકે. એક રિપોર્ટ મુજબ ફ્રેન્ચ ઓપનમાં ભવિષ્યમાં આકરા નિયમ જોવા મળશે. સેરેનાએ આ વર્ષે યોજાયેલી ફ્રેન્ચ ઓપનમાં બ્લેક સૂટ પહેર્યો હતો. સેરેનાએ તે વખતે કહ્યું હતું કે, તેણે બ્લેક પેન્થર ફિલ્મથી પ્રેરિત થઈ આ ડ્રેસ પહેર્યો હતો અને આ ડ્રેસ પહેરતાં મને યોદ્ધા રાજકુમારી જેવો એહસાસ થયો હતો. ફ્રાન્સ ટેનિસ ફેડરેશનના અધ્યક્ષ બર્નાન્ડ ગિયુડિસેલીએ કહ્યું કે, અમે આગામી વર્ષે કેટલાંક નિયમો બનાવીશું પરંતુ વિમ્બલ્ડનની જેમ આકરા નહીં હોય. તેમ છતાં હવે ફ્રેન્ચ ઓપનમાં તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડશે. તમારે રમત અને સ્થાનનું સન્માન કરવું જોઈએ.

ગુજરાતનીમાં સ્પોર્ટસ સમાચાર મેળવવા માટે અમને વોટ્સઅપ પર HI મોકલો. (We will assure you that we not send SPAM msgs)

Comments are closed.