Home IPL IPL માં ધવને સતત બે સદી ફટકારી એ એક મોટી સિધ્ધિ છે...

IPL માં ધવને સતત બે સદી ફટકારી એ એક મોટી સિધ્ધિ છે : ગંભીર

1767
0
Shikhar Dhawan
Shikhar Dhawan

Dubai (SportsMirror.in) : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) હાલ તેના મધ્ય સમયમાં પહોંચી ગયું છે. ત્યારે હાલ દિલ્હી કેપિટલ્સ ટીમના સ્ટાર ખેલાડી શિખર ધવન તેના હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. શિખર ધવન (Shikhar Dhawan) એ હાલ આઇપીએલ 2020 માં સતત બે મેચમાં 2 સદી ફટકારીને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ગૌતમ ગંભીરે શિખર ધવનના કર્યા વખાણ
શિખર ધવનની આ સિદ્ધીથી ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે તેના વખાણ કર્યા હતા અને દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન શિખર ધવનની પ્રશંસા કરતા કહ્યું કે આઈપીએલમાં સતત બે સદી ફટકારવી એ એક મોટી સિદ્ધિ છે.

સતત 2 સદી ફટકારનાર ધવન IPL ના ઇતિહાસનો પહેલો બેટ્સમેન બન્યો
શિખર ધવને ગયા અઠવાડિયે આઈપીએલ -13 માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે અણનમ 101* રન અને કિંગ્સ ઇલેવન પંજાબ સામે અણનમ 106* રનની ઇનીંગ રમી હતી. આમ રેકોર્ડની દ્રષ્ટીએ જોઇએ તો આઈપીએલમાં સતત બે સદી ફટકારનાર શિખર ધવન (Shikhar Dhawan) આઇપીએલના ઇતિહાસનો પહેલો બેટ્સમેન બની ગયો છે.

આ રેકોર્ડ પોતે જ એક સિદ્ધી છે : ગૌતમ ગંભીર
પુર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરએ ક્રિકેટ લાઇવ શોમાં કહ્યું, “પહેલી વાત એ છે કે આ રેકોર્ડ પોતે જ એક મોટી સિદ્ધિ છે. કોઈ અન્ય ભારતીયએ હજી સુધી તે કર્યું નથી. આઇપીએલમાં હજી સુધી કોઈ અન્ય ખેલાડીએ તે કર્યું નથી. સતત બે સદીઓ, તે પણ ટી 20 ફોર્મેટમાં. ” તેમણે કહ્યું, ‘સૌથી મહત્વની વાત એ છે કે તેમની સદી એવા સમયે આવી જ્યારે દિલ્હીને તેની ખૂબ જ જરૂર હતી.

આ પણ વાંચો : નવદીપ સૈનીના જમણા હાથના અંગૂઠા પર પાંચ ટાંકા, IPL ની આગામી મેચ રમવા પર શંકા

જો અત્યારે સૌથી અનુભવી બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan) તેમના શ્રેષ્ઠ ફોર્મમાં છે, તો તે દિલ્હી કેપિટલ્સ માટે ફાયદાકારક છે.

Author: Rahul Joshi