Home Women Cricket ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઈને રચ્યો ઈતિહાસ, ફટકારી મહિલા ટી-20ની સૌથી ઝડપી સદી

ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઈને રચ્યો ઈતિહાસ, ફટકારી મહિલા ટી-20ની સૌથી ઝડપી સદી

2457
0
Sophie Devine
Sophie Devine

Wallington (SportsMirror.in) : ન્યૂઝીલેન્ડની સ્ટાર ક્રિકેટર સોફી ડિવાઈન (Sophie Devine) એ ઈતિહાસ રચ્યો છે. ડિવાઈને મહિલા ટી-20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ન્યૂઝીલેન્ડ (New Zealand Cricket) ની સુપર સ્મૈશ કોમ્પિટિશનમાં સોફીએ માત્ર 36 બોલમાં સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડની કેપ્ટને આ શાનદાર ઈનિંગ્સ દરમિયાન 9 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારી હતી. તે 108 રને અણનમ રહી હતી. તેણે આ ઈનિંગ્સમાં 38 બોલ રમ્યા હતા. સોફી ડિવાઈન (Sophie Devine) ને આ ઈનિંગ્સને કારણે ટીમ વેલિંગ્ટને માત્ર 8.4 ઓવરમાં 129 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

સોફી ડિવાઇન (Sophie Devine) ની ટીમે 15.59 પ્રતિ ઓવરના દરે રન કર્યા હતા. ગત નવેમ્બરમાં રિબેલ વુમન બિગ બેશ લીગ (Big Bash League) બાદ કોઈપણ ફોર્મેટમાં આ સોફીની પ્રથમ મેચ હતી. રસપ્રદ વાત એ છે કે, તે રવિવારે 14 દિવસના ક્વારેન્ટાઈનને પૂર્ણ કરીને અહીં આવી હતી. સોફી ડિવાઈન (Sophie Devine) એ વિન્ડીઝની ડીન્દ્રા ડોટિનના 10 વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો હતો. ડોટિને વિમેન્સ ટી-20માં પ્રથમ સદી 2010માં ફટકારી હતી અને આ માટે 38 બોલ રમ્યા હતા. 2018માં ઓસ્ટ્રેલિયાની ગ્રેસ હેરિસે બ્રિસ્બેન હિટ  માટે 42 બોલમાં સદી ફટકારી હતી.

આ પણ વાંચો : અશ્વિન તોડી શકે છે મારો 800 વિકેટનો રેકોર્ડ : મુરલીધરન

બેટિંગ દરમિયાન સોફી ડિવાઈન (Sophie Devine) એ ફટકારેલો એક શૉટ સ્ટેડિયમમાં બેસનારી એક નાની ફેનને લાગ્યો હતો. મેચ બાદ સોફી સ્ટેન્ડ્સમાં ગઈ હતી. તેણે બાળકી સાથે અમુક સમય પસાર કર્યો અને તસવીર પણ ક્લિક કરાવી હતી. સોફીએ મેચ બાદ કહ્યું કે,‘હું સવારથી જ નર્વસ હતી. જ્યારે તમે લાંબા સમય સુધી રમતથી દૂર રહો છો ત્યારે તમે નર્વસ થઈ જાવ છો. મારી માટે આ ઈનિંગ્સ સ્માર્ટ ક્રિકેટ રમવા સમાન હતી. મે વિચાર્યું હતું કે, જો પોતાને ક્રિઝ આસપાસ રાખી શકીશ તો હું રન કરી શકીશ. મે શાનદાર ફિલ્ડનો લાભ પણ ઉઠાવ્યો.’

Author: Sarah Ali