Mumbai (SportsMirror.in) : ટીમ ઇન્ડિયાના પુર્વ સુકાની સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને ભારતીય ટીમનો જોહરી પણ કહેવામાં આવે છે. કારણ કે સૌરવ ગાંગુલીએ ભલે ભારતને ICC Trophy જીતાડી ન શક્યો હોય પણ સુકાની ગાંગુલી (Sourav Ganguly) એ ભારતને ઘણા મેચ વિનર ખેલાડીઓ આપ્યા છે. જેમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની છે. હા, ધોનીને એક મોટો ખેલાડી બનાવવા પાછળ સુકાની ગાંગુલીનો મોટો હાથ છે અને હાજે તો બધા જ લોકો જાણે છે કે ધોની પોતે કેટલો મોટો સુકાની છે.
ટીમ ઇન્ડિયા માટે યાદગાર છે એપ્રિલ મહિનો
એપ્રિલ મહિનામાં ભારતીય ક્રિકેટ માટે હંમેશા યાદગાર રહેવાનો છે. 2 એપ્રિલ 2011 ના રોજ ટીમ ઇન્ડિયાએ 28 વર્ષ બાદ બીજો આઇસીસી વિશ્વ કપ જીત્યો હતો. તો 5 એપ્રિલ 2005 ના રોજ મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કારકિર્દીમાં પહેલી સદી ફટકારી હતી. તો સાથે જ એ સંદેશો આપ્યો હતો કે ટીમ ઇન્ડિયાને વિશ્વસ્તરનો વિકેટ કીપર – બેટ્સમેન મળી ગયો છે.
ધોનીએ 15 વર્ષ પહેલા ફટકારી હતી પહેલી સદી
એ વખતે ભારત અને પાકિસ્તાનન વચ્ચે 6 મેચોની એકદિવસીય સીરિઝ રમાઈ રહી હતી. આ સીરિઝમાં વિશાખાપટ્ટનમમાં રમાયેલ મેચમાં ટીમ ઇન્ડિયા વતી વીરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકરની જોડીએ ટીમ ઇન્ડિયાની શરૂઆત કરી હતી. પણ સચિન 2 રન કરી પેવેલિયન ભેગો થઇ ગયો હતો. ત્યારે તમામ ક્રિકેટ એક્સર્ટ અને ક્રિકેટ પ્રેમીઓ નંબર 3 પર સૌરવ ગાંગુલી મેદાન પર આવે તેવી આશા સેવી રહ્યા હતા.
પણ સૌરવ ગાંગુલીએ વિકેટકીપર – બેટ્સમેન ધોનીને બેટીંગ માટે મેદાન પર મોકલ્યો હતો અને પોતે નંબર 4 પર આવ્યો હતો. આ મેચમાં દોનીએ 148 રનની તોફાની ઇનીંગ રમી હતી અને ટીમ ઇન્ડિયાએ 256 રનના મજબુત સ્કોર સુધી પહોંચાડ્યો હતો. ધોનીની આ ઇનીંગ માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ગાંગુલીના આ નિર્ણયને ધોનીની કારકિર્દીને આગળ વધારવા માટે મદદ મળી હતી.
આ પણ વાંચો : શું ધોની વર્લ્ડ કપ 2019 માં ઉપરના ક્રમમાં બેટીંગ કરવા ઇચ્છતો હતો…?
નંબર 3 પર રમ્યા બાદ ધોનીની કારકિર્દી બદલાઇ ગઇ
મીડિયા સાથેના એક ઇન્ટરવ્યુંહમાં બીસીસીઆઇના અધ્યક્ષ અને પુર્વ સુકાની સૌરવ ગાંગુલીએ આ અંગે જણાવ્યું કે, ‘હું મારા હોટલના રૂપમાં સમાચાર જોઇ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે ધોનીને ખેલાડી કઇ રીતે બનાવવામાં આવે. મને ખ્યાલ હતો કે તેનામાં ઘણી ક્ષમતા હતી. મેચના દિવસે અમે ટોસ જીત્યો અને વિચાર્યું કે ધોનીને નંબર 3 પર મોકલવામાં આવે અને તેને મોકલ્યો. પછી વિચાર્યું જે થશે તે જોઇ લેશું…’