Home IPL સ્મિથને દિલ્હી કેપિટલ્સને ચેમ્પિયન્સનું ટાઈટલ અપાવવાની આશા

સ્મિથને દિલ્હી કેપિટલ્સને ચેમ્પિયન્સનું ટાઈટલ અપાવવાની આશા

4226
0
Steve Smith
Steve Smith

Mumbai (SportsMirror.in) : ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટિવ સ્મિથ (Steve Smith) ને ગત સિઝનની આઈપીએલ રનરઅપ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સાથે જોડવવાનો આનંદ છે. તેણે આ મુદ્દે કહ્યું કે : આશા છે કે તેની નવી ટીમ દિલ્હી કેપિટલ્સ આઈપીએલમાં પોતાનું પ્રથમ ટાઈટલ જીતવામાં સફળ રહે.

31 વર્ષીય ઓસ્ટ્રેલિયન ખેલાડીને રાજસ્થાન રોયલ્સે કેપ્ટન પદેથી હટાવવાની સાથે ટીમમાંથી રીલિઝ કર્યો હતો. જે પછી હરાજીમાં દિલ્હી કેપિટલ્સે સ્ટીવ સ્મિથને 2.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

સ્ટીવ સ્મિથ (Steve Smith) એ આ અંગે કહ્યું કે.‘હું વાસ્તવમાં આ વર્ષે નવી ટીમ સાથે જોડાવવા મામલે ખુશ છું. ટીમમાં ઘણા સારા ખેલાડી હોવાની સાથે એક શાનદાર કોચ (પોન્ટિંગ) પણ છે. હું ટીમ સાથે જોડાવવા પર અને સારી યાદો જીવન સાથે જોડવા મામલે ઉત્સાહિત છું.

આ પણ વાંચો : આ વર્ષે IPL ની નોકઆઉટ મેચ અમદાવાદમાં અને ગ્રુપ સ્ટેજની બધી મેચ મુંબઈમાં થઇ શકે છે

હું ટીમને ગત વર્ષ કરતા સારા પરિણામ મેળવવામાં મદદ કરીશ.’ સ્ટીવ સ્મિથ (Steve Smith) વર્ષ 2019 માં રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે જોડાયો હતો અને 2020 માં ટીમનો કેપ્ટન પણ હતો. પરંતુ રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાને રહી હતી. સ્મિથે આઈપીએલમાં 95 મેચમાં 35.34ની સરેરાશથી 2333 રન કર્યા છે.

Author: Sarah Ali