Home Cricket અમદાવાદમાં ક્રિકેટર સુરેશ રૈનાએ ધોનીની ક્રિકેટ એકેડેમીનું કર્યું ઉદ્ધાટન

અમદાવાદમાં ક્રિકેટર સુરેશ રૈનાએ ધોનીની ક્રિકેટ એકેડેમીનું કર્યું ઉદ્ધાટન

2547
0
Suresh Raina at Ahmedabad
Suresh Raina

Ahmedabad (SportsMirror.in) : જાણીતા ક્રિકેટર સુરેશ રૈનાએ (Suresh Raina) આજે ગુજરાત યુનિવર્સિટિ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એમએસ ધોની ક્રિકેટ એકેડમીનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું, જે પ્રસંગે આર્કા સ્પોર્ટ્સના સ્થાપક મીહિર દિવાકર અને શ્રી એન્ટરપ્રાઇઝના શ્રીધર રેડ્ડી ઉપસ્થિત રહ્યાં હતાં.

આ એકેડમી શહેરના પ્રતિભાશાળી અને ઉભરતાં યુવા ક્રિકેટર્સને વિશ્વસ્તરીય કોચિંગ અને ટેકનીક પ્રદાન કરીને તેમને જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવા સમક્ષ બનાવશે સુરેશ રૈનાએ (Suresh Raina) કહ્યું.

 

આર્કા સ્પોર્ટ્સની એક સંસ્થા એમએસ ધોની ક્રિકેટ એકેડમી – એમએસડીસીએનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને વિદેશમાં ક્રિકેટના વિકાસ માટે ઉચ્ચ સ્તરીય કોચિંગ પ્રદાન કરીને એમએસ ધોની અને મીહિર દિવાકર તરફથી સમાજ પ્રત્યેની તેમની જવાબદારી નિભાવવાનો છે.

અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ, ઉચ્ચ સ્તરિય કોચિંગ સુવિધાઓ તથા સર્ટિફાઇડ કોચ સાથે એમએસડીસીએ ભારત અને વિદેશોમાં તેના સેન્ટર્સ શરૂ કરી રહ્યું છે.

આ પ્રસંગે ક્રિકેટર સુરેશ રૈનાએ (Suresh Raina) જણાવ્યું હતું કે, “અહીં ઉપસ્થિત રહેવું મારા માટે અત્યંત ખુશી અને ગર્વની વાત છે તથા ક્રિકેટમાં રૂચિ ધરાવતા દરેક યુવાનને માળખાકીય તાલીમ પ્રદાન કરવાની એમએસ ધોની અને મીહિરની કટીબદ્ધતા ખરા અર્થમાં પ્રશંસાને પાત્ર છે.

માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રહેવા માટે રમત-ગમતમાં સામેલ રહેવું અત્યંત આવશ્યક છે તેમજ પસંદગીની રમતમાં સક્રિય રહેવું વધુ લાભદાયી રહે છે.

આજે તેઓ પોતે જે સ્થાને પહોંચ્યાં છે તેની પાછળ તેમણે કરેલી સખત મહેનત વિશે વાત કરતાં ઉમેર્યું હતું કે, પ્રતિભા જન્મથી નહીં, પરંતુ પ્રેક્ટિસ કરવાથી આવે છે. એમએસ ધોની ક્રિકેટ એકેડમી સાથે બાળકો પાસે તેમની પ્રતિભામાં વધારો કરવાની ઉત્તમ તક છે.

એમએસ ધોનીની (MS Dhoni) તાલીમના અભ્યાસક્રમ ઉપર વ્યક્તિગત દેખરેખ અને ઓન-ગ્રાઉન્ડ ડેરલ કુલિનન દ્વારા અમલીકરણથી બાળકો યોગ્ય વ્યક્તિઓ પાસે છે.”

ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં આર્કા સ્પોર્ટ્સની સ્થાપના કરવામાં આવી હતી, જે ભારત અને વિદેશોમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને સ્પોર્ટ્સ કન્સલ્ટન્સી ઉપર કેન્દ્રિત છે. આર્કા સ્પોર્ટ્સની સ્થાપના મીહિર દિવાકરે કરી છે, જેઓ પોતે પણ સ્પોર્ટ્સમેન છે.

મીહિર ભારતની અન્ડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો હતાં અને તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આર્કા સ્પોર્ટ્સ રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટતાના નિર્માણ માટે હંમેશા કાર્યરત રહ્યું છે.

ભારતમાં ઉભરતાં ક્રિકેટર્સને માળખાકીય ક્રિકેટ કોચિંગની સુવિધા પ્રદાન કરવાની પહેલ અંગે વાત કરતાં મીહિર દિવાકરે જણાવ્યું હતું કે, “એમએસડીસીએનો મુખ્ય ઉદ્દેશ્ય માળખાકીય પ્રોગ્રામ દ્વારા દેશમાં ઉભરતાં ક્રિકેટર્સને પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે, જે દ્વારા તેમના કૌશલ્યોને સજ્જ કરીને ક્રિકેટ અને જીવન બંન્નેમાં સફળતા માટે બળ આપી શકાય.

અમારો વિશિષ્ટ કોચિંગ પ્રોગ્રામ ઇન્ટિગ્રિટી, ટીમવર્ક, એન્જોયમેન્ટ, પ્રોફેશ્નાલિઝમ અને એડપ્ટિબિલિટી એમ એમ.એસ. ધોનીના જીવનના મુખ્ય મૂલ્યો આધારિત છે. મને વિશ્વાસ છે કે આ લર્નિંગ પ્રોગ્રામ યુવા વયે બેઝિક શીખવવામાં મદદરૂપ બનશે. અહીં બાળકો મોર્ડન ક્રિકેટના વિવિધ ફોર્મેટ્સને સરળતાથી અપનાવીને સફળ બનવા જરૂરી કોચિંગ પ્રાપ્ત કરી શકશે.”

મીહિર દિવાકરે ઉમેર્યું હતું કે, અમારી ટ્રેનિંગ કાર્યપદ્ધતિ ચાર ચાલક પરિબળો ઉપર આધારિત છે, જે નીચે મૂજબ છેઃ

  • ક્વોન્ટિટિ કરતાં ક્વોલિટી ઉપર ધ્યાનઃ ખેલાડીઓને તેમની નિયમિત પ્રેક્ટિસ અને ટ્રેનિંગના ભાગરૂપે મેચ માટે પ્રેક્ટિસ કરવા પ્રોત્સાહન આપવું
  • પરફેક્ટ ટેકનિક કરતાં અસરકારક ટેકનીકઃ સ્પર્ધાત્મક અને વિવિધ પરિસ્થિતિઓમાં ખેલાડીઓને ઉત્તમ પ્રદર્શન કરવા માટે કોચિંગ
  • રિપિટેશન સામે એડપ્ટબિલિટીઃ ખેલાડીઓ બદલાતી સ્થિતિ અને મેચની પરિસ્થિતિ મૂજબ વિચારીને પ્રદર્શન કરવા સક્ષમ બને


કોચ મેનેજમેન્ટ સાથે ખેલાડીઓનો સંબંધઃ ખેલાડીઓ સમસ્યાને દૂર કરવા શીખી શકે છે તથા પોતાની તૈયારી સાથે નેતૃત્વના ગુણ કેળવી શકે છેઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં આર્કા સ્પોર્ટ્સની સ્થાપના કરવામાં આવી હતી, જે ભારત અને વિદેશોમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને સ્પોર્ટ્સ કન્સલ્ટન્સી ઉપર કેન્દ્રિત છે.

આર્કા સ્પોર્ટ્સની (Aarka Sports) સ્થાપના મીહિર દિવાકરે કરી છે, જેઓ પોતે પણ સ્પોર્ટ્સમેન છે. મીહિર ભારતની અન્ડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો હતાં અને તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આર્કા સ્પોર્ટ્સ રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટતાના નિર્માણ માટે હંમેશા કાર્યરત રહ્યું છે.

ભારતમાં ઉભરતાં ક્રિકેટર્સને માળખાકીય ક્રિકેટ કોચિંગની સુવિધા પ્રદાન કરવાની પહેલ અંગે વાત કરતાં મીહિર દિવાકરે (Mihir Diwakar) જણાવ્યું હતું કે, “એમએસડીસીએનો મુખ્ય ઉદ્દેશ્ય માળખાકીય પ્રોગ્રામ દ્વારા દેશમાં ઉભરતાં ક્રિકેટર્સને પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે, જે દ્વારા તેમના કૌશલ્યોને સજ્જ કરીને ક્રિકેટ અને જીવન બંન્નેમાં સફળતા માટે બળ આપી શકાય.

અમારો વિશિષ્ટ કોચિંગ પ્રોગ્રામ ઇન્ટિગ્રિટી, ટીમવર્ક, એન્જોયમેન્ટ, પ્રોફેશ્નાલિઝમ અને એડપ્ટિબિલિટી એમ એમ.એસ. ધોનીના જીવનના મુખ્ય મૂલ્યો આધારિત છે. મને વિશ્વાસ છે કે આ લર્નિંગ પ્રોગ્રામ યુવા વયે બેઝિક શીખવવામાં મદદરૂપ બનશે. અહીં બાળકો મોર્ડન ક્રિકેટના વિવિધ ફોર્મેટ્સને સરળતાથી અપનાવીને સફળ બનવા જરૂરી કોચિંગ પ્રાપ્ત કરી શકશે.”

મીહિર દિવાકરે ઉમેર્યું હતું કે, અમારી ટ્રેનિંગ કાર્યપદ્ધતિ ચાર ચાલક પરિબળો ઉપર આધારિત છે, જે નીચે મૂજબ છેઃ

  • ક્વોન્ટિટિ કરતાં ક્વોલિટી ઉપર ધ્યાનઃ ખેલાડીઓને તેમની નિયમિત પ્રેક્ટિસ અને ટ્રેનિંગના ભાગરૂપે મેચ માટે પ્રેક્ટિસ કરવા પ્રોત્સાહન આપવું
  • પરફેક્ટ ટેકનિક કરતાં અસરકારક ટેકનીકઃ સ્પર્ધાત્મક અને વિવિધ પરિસ્થિતિઓમાં ખેલાડીઓને ઉત્તમ પ્રદર્શન કરવા માટે કોચિંગ
  • રિપિટેશન સામે એડપ્ટબિલિટીઃ ખેલાડીઓ બદલાતી સ્થિતિ અને મેચની પરિસ્થિતિ મૂજબ વિચારીને પ્રદર્શન કરવા સક્ષમ બને

આ પણ વાંચો : ઇરફાન પઠાણે ગુજરાતના મહેસાણામાં ક્રિકેટ એકેડેમીનું કર્યું ઉદ્ધાટન

કોચ મેનેજમેન્ટ સાથે ખેલાડીઓનો સંબંધઃ ખેલાડીઓ સમસ્યાને દૂર કરવા શીખી શકે છે તથા પોતાની તૈયારી સાથે નેતૃત્વના ગુણ કેળવી શકે છે સુરેશ રૈના (Suresh Raina) એ કહ્યું.