Home IPL IPL 2020: મને આ મેચમાં મોટી ઇનિંગની અપેક્ષા હતી: સૂર્યકુમાર યાદવ

IPL 2020: મને આ મેચમાં મોટી ઇનિંગની અપેક્ષા હતી: સૂર્યકુમાર યાદવ

749
0
Suryakumar Yadav man of the Match against Rajasthan Match.
Suryakumar Yadav

Abu Dhabi (SportsMirror.in) : આઈપીએલમાં (IPL 2020) મંગળવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનારા બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) એ કહ્યું કે તેમને લાગે છે કે આ મેચમાં તે મોટી ઇનિંગ રમશે. સૂર્યકુમારે આ મેચમાં અણનમ 79 રનની ઇનિંગ રમીને મુંબઈએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. આ મેચમાં રાજસ્થાન 18.1 ઓવરમાં 136 રનમાં ઓલઆઉટ થઇ ગઈ અને મેચ 57 રનથી હારી ગઇ હતી.

 

હું મારી જાત પર વિશ્વાસ કરતો હતો : સુર્યકુમાર યાદવ
મુંબઇ ઇન્ડિયન્સની જીતમાં મહત્વનો ફાળો ભજવનાર સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો. તેણે કહ્યું, “મને લાગ્યું કે આ મેચમાં મોટી ઇનિંગ્સ આવવાની છે. અગાઉની મેચોમાં હું એક રીતે અથવા બીજી રીતે આઉટ થતો હતો. હું મારી જાત ઉપર વિશ્વાસ કરતો હતો અને અંત સુધી બેટિંગ કરવાનો પ્રયાસ કરતો હતો.

ટીમે મારી પર વધારાની જવાબદારી સોપી છે : સુર્યકુમાર યાદવ
ટીમ તરફથી મળેલા સંદેશ અંગે સૂર્યકુમારે કહ્યું, “મને લાગે છે કે તે દબાણ નથી પરંતુ તેમણે મને એક વધારાની જવાબદારી સોંપી છે. તેઓએ મારી રમત રમવા માટે કહ્યું છે.

આ પણ વાંચો : IPL 2020: હાર પછી જીતની લય પ્રાપ્ત કરનાર ચેન્નાઈ સામે કેકેઆરની અગ્નિ પરિક્ષા

લોકડાઉનમાં હું ઘણું શીખ્યો છું : સુર્યકુમાર યાવદ
સુર્યકુમાર યાદવ (SuryaKumar Yadav) એ વધુમાં કહ્યું કે, ‘લોકડાઉનથી મારા શોટમાં ઘણી મદદ મળી. સૌથી સંતોષકારક ટીમનું જીતવું છે. કારણ કે હું જાણતો હતો કે ત્રણ વિકેટ પડી ગઈ છે અને મારે અંત સુધી રમવાનું છે.

AUTHOR : RAHUL JOSHI