Home Cricket ત્રીજી ટી20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવતાની સાથે બનાવ્યા અનેક રેકોર્ડસ

ત્રીજી ટી20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવતાની સાથે બનાવ્યા અનેક રેકોર્ડસ

22
0
Photo Source : Google

મુંબઇ (SportsMirror.in) : ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી ટી20 શ્રેણી 1-1થી ડ્રો રહી હતી. ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચમાં ભારતના સુકાની વિરાટ કોહલીએ શાનદાર અણનમ 61 રનની ઇનીંગની મદદથી ભારતે 6 વિકેટે મેચ જીતી લીધી હતી. કોહલી અને કાર્તિક વચ્ચે 68 રનની ભાગીદારી ભારતની જીત માટે મહત્વપુર્ણ સાબીત થઇ હતી. આ મેચમાં ટીમમાં ગુજરાતી ક્રિકેટર કૃણાલ પંડ્યાએ ત્રીજી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા 4 વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચ બન્યો હતો અને રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. ત્રીજી ટી20 મેચમાં બનેલા રેકોર્ડ પર એક નજર કરીએ.

મેચમાં બનેલા રેકોર્ડ પર એક નજર

1) સતત 10મી ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં ભારત અજેય રહ્યું છે. અંતિમ વખત ભારતને વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ 2017માં વન ઓફ મેચની સિરીઝમાં હાર મળી હતી.

2) કૃણાલ પંડ્યાએ પોતાના સ્પેલમાં 36 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ચોથુ સૌથી શાનદાર પ્રદર્શન છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ચાર વિકેટ ઝડપનાર તે પ્રથમ સ્પિનર બન્યો હતો.

3) ઓસ્ટ્રેલિયાના ઓપનર ડાર્શી શોર્ટે ટી-20માં 500 રન પુરા કર્યા હતા. આ સાથે જ તે આ સિદ્ધિ મેળવનાર ઓસ્ટ્રેલિયાનો આઠમો ખેલાડી બની ગયો હતો. એરોન ફિન્ચ બાદ તે ટી-20માં એક વર્ષમાં 500 રન પુરા કરનાર બીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ગયો છે.

4) 14મી વખત વિરાટ કોહલી અણનમ રહ્યો હતો જેમાં ભારતે પડકારનો પીછો કર્યો છે. ભારતે આ તમામ 14 ટી-20 મેચમાં જીત મેળવી છે.

5) ગ્લેન મેક્સવેલ બીજી વખત કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. અડધી સદી ફટકાર્યા વગર મેક્સવેલની સતત પાંચમી ઇનિંગ હતી. ભારત વિરૂદ્ધ મેક્સવેલનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું છે. ભારત વિરૂદ્ધ રમેલી ગત 10 ઇનિંગમાં તે અડધી સદી પણ ફટકારી શક્યો નથી.

6) વિરાટ કોહલીએ રોહિત શર્માના ભારત માટે સૌથી વધુ 50+ સ્કોર બનાવવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. રોહિત શર્મા અને કોહલી બન્ને ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં 19 અડધી સદી ફટકારી ચુક્યા છે.

7) રોહિત શર્મા અને શિખર ધવને ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 8મી વખત 50+ પાર્ટનરશિપ કરી હતી. આ સિવાય આ જોડીએ ઓસ્ટ્રેલિયામાં 35 રનથી ઓછા રનની ભાગીદારી ક્યારેય નથી કરી.