Home More Sports 10 ઓક્ટોબરથી મહિલા રેસલર્સનો નેશનલ કેમ્પ શરૂ થશે

10 ઓક્ટોબરથી મહિલા રેસલર્સનો નેશનલ કેમ્પ શરૂ થશે

2844
0
Women Wrestling camp start
Women Wrestling

New Delhi (SportsMirror.in) : મહિલા રેસલર્સનો (Women Wrestling) નેશનલ કેમ્પ અંતે 10 ઓક્ટોબરથી લખનૌના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) કેન્દ્રમાં શરૂ થશે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) એ મંગળવારે આ માહિતી આપી હતી અને ચેતવણી પણ આપી હતી કે કેમ્પમાં ભાગ નહીં લેનારા રેસલર્સની નેશનલ ટીમમાં પસંદગી માટે વિચારણા નહીં કરવામા આવે.

નેશનલ કેમ્પ 1 સપ્ટેમ્બરથી શરૂ થવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે તેને પોસ્ટપોન કરવામા આવ્યો હતો. ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કરનારા દેશના 4 રેસલર્સ વિનેશ ફોગાટ અને દીપક પૂનિયા સંક્રમિત થતા ઘણા રેસલર્સ ડરી ગયા હતા.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Sports Authority of India) ની સલાહ પર અને ડબ્લ્યુએફઆઈએ ઓલિમ્પિક કેટેગરીના વજનવર્ગમાં 50 કિલો, 53 કિલો, 57 કિલો,  62 કિલો, 68 કિલો અને 76 કિલો વર્ગોનો કેમ્પ યોજવાનો નિર્ણય કર્યો. આ કેમ્પ 31 ડિસેમ્બર સુધી ચાલશે.

તેને ‘ખેલ ઈન્ડિયા ફિર સે’ પહેલ હેઠળ એસએઆઈએ 5 ઓક્ટોબરથી 9 રમતોને ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો અને તેમાંથી એક રેસલિંગ છે. ડબ્લ્યુએફઆઈના સહાયક સચિવ વિનોદ તોમારે કહ્યું કે,”અમે 10 ઓક્ટોબરથી લખનૌમાં કેમ્પ શરૂ કરી રહ્યા છીએ. કેમ્પમાં રેસલર્સની સંખ્યા પહેલાની જેમ જ રહેશે, 6 ઓલિમ્પિક વજન કેટેગરીમાંના પ્રત્યેક ત્રણ ખેલાડીઓ કેમ્પમાં ભાગ લેશે. ”

કુસ્તીબાજો (Women Wrestling) એ 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે અને નેગેટીવ રિપોર્ટ આવ્યા બાદ જ કેમ્પમાં જોડાવવાનું રહેશે. જ્યારે પ્રશ્ન કરાયો કે, શું તમામ ટોચનાં રેસલર્સ કેમ્પ માટે તૈયાર છે.

આ પણ વાંચો : Olympics : ઓલિમ્પિક તૈયારીઓ માટે ટીમો યોગ્ય દિશામાં : વંદના

તો તોમરે કહ્યું કે, “બધાએ આવવાનું જ છે.” જે લોકો કેમ્પમાં નહીં આવે તેઓને દૂર કરવામાં આવશે અને તેમના નામો નેશનલ ટીમના સિલેક્શન માટે ધ્યાને લેવામાં આવશે નહીં. વિનેશ કેમ્પમાં જોડાવવા માટે સંમત છે કે કેમ તે પૂછવામાં આવતા તોમરે કહ્યું કે, ડબલ્યુએફઆઈ તેમની જરૂરિયાતોને પહોંચી વળવા પ્રયાસ કરી રહ્યો છે.

Author : Rahul Joshi