Home Athletics આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “ખેલો ઇન્ડિયા” નું ઉદ્ધાટન કર્યું

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “ખેલો ઇન્ડિયા” નું ઉદ્ધાટન કર્યું

770
0
The Prime Minister, Shri Narendra Modi at the ‘Beating Retreat’ ceremony, at Vijay Chowk, in New Delhi on January 29, 2018.

દિલ્લી : વડાપ્રધાન પહેલાથી જ રમત ક્ષેત્રે રુચી ધરાવે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે રાજ્યમાં રમતમાં વધુ ને વધુ લોકો ભાગ લે અને રાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોચે તે હેતુથી ગુજરાતમાં ખેલ માહકુંભની શરૂઆત કરી હતી. જેને પગલે હવ દેશભરમાંથી રમતમાં લોકો વધુ ભાગ લે તે હેતુથી ખેલો ઇન્ડિયાની શરૂઆત કરી છે અને જેને પગલે આજે દિલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલો ઇન્ડિયા સ્કુલ રમતોનું ઉદ્ધાટન કર્યું હતું. અંડર 17 ની ટુર્નામેન્ટમાં અલગ અલગ 16 રમતોમાં આજના સ્કુલના યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે.

આ ટુર્નામેન્ટમાં તિરંદાજી, એથલેટીક્સ, બેડમિન્ટન, બાસ્ટેકબોલ, બોક્સિંગ, ફુટબોલ, જિમ્નાસ્ટીક, હોકી, જુડો, કબડ્ડી, ખો-ખો, નિશાનેબાજી, સ્વીમીંગ, બોલિબોલ અને કુશ્તી જેવા રમતો આ ખેલો ઇન્ડિયા સ્કુલ કક્ષાએ સમાવેશ કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં 199 ગોલ્ડ, 199 સિલ્વર અને 275 કાસ્ય પદકો દાવ પર છે. ખેલો ઇન્ડિયા ટુર્નામેન્ટ 31 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆ દરમ્યાન દેશની અલગ અલગ સ્કુલોમાં રમાશે. આ મારફતે ભારતને અલગ અલગ રમતમાં ઘણા સ્ટાર યુવા ખેલાડીઓ મળશે. રમતોમાં નવી ઉચાઇ લાવવા માટે અને દેશમાં જમીનથી જોડાયેલા ખેલાડીનું ભવિષ્ય તૈયાર કરવા માટેના હેતુથી ખેલો ઇન્ડિયાની શરૂઆત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં બહાર આવનાર ખેલાડીઓને 8 વર્ષ સુધી દર વર્ષે 5-5 લાખની રોકડ સહાય આપવામાં આવશે.