Home Football UEFA એ કોરોના કહેરના કારણે નોર્વેની મેચ રદ્દ કરી

UEFA એ કોરોના કહેરના કારણે નોર્વેની મેચ રદ્દ કરી

2067
0
Norway Football Team
Norway Football Team

Mumbai (SportsMirror.in) : યુરોપીયન ફુટબોલ સંઘ (UEFA) ની ટીમમાં ફરી કોરોનાની અસર પહોંચી છે. યુરોપિયન ફુટબોલ સંઘના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે સંઘે નોર્વે (Norway Football) ની નેશનલ લીગની મેચ હાલ પુરતી રદ્દ કરીએ છીએ. કારણ કે નોર્વેની ટીમમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જે ચિંતાનું કારણ છે. તેથી આ નિર્ણય લેવાની ફરજ પડી છે.

યુરોપીયન ફુટબોલ સંઘ (UEFA) ના અધિકારીએ આ અંગે વધુ માહિતી આપતા કહ્યું કે નેશનલ લીગ શરૂ થવાની હતી. તે પહેલા નોર્વેની ટીમના ઘણા ખેલાડીઓમાં કોરોના સંક્રમીત થવાના કેસ સામે આવ્યા છે. સુરક્ષાના ભાગ રૂપે હવે નોર્વેની (Norway Football) ટીમ રોમાનિયામાં સફર નહીં કરે.

આંતરરાષ્ટ્રીય કેલેન્ડરમાં આ મેચના આયોજન માટે કોઇ તારીખ હાલ દેખાઇ નથી રહી. જેથી નોર્વે ટીમને 0-3 થી મેચ ગુમાવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે.

આ પણ વાંચો : આઈએસએલ માટે સંપૂર્ણ રીતે તૈયાર છેત્રીએ કહ્યું કે, બાયો-બબલમાં જીવવું સરળ નથી

UEFA ના અધિકારીએ કહ્યું કે આ કેસમાં નિર્ણય લેવા માટે તેને અનુશાસકનાત્મક સમિતિએ પરવાનગી આપી દીધી છે.