Home More Sports વિનેશ ફોગાટ ટોક્યો ઓલિમ્પિક 2020 માં ક્વોલિફાય કરનાર પહેલી ભારતીય ખેલાડી બની

વિનેશ ફોગાટ ટોક્યો ઓલિમ્પિક 2020 માં ક્વોલિફાય કરનાર પહેલી ભારતીય ખેલાડી બની

111
0
PC : Twitter

Mumbai (SportsMirror.in) : ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) 2020 ને હવે બહુ સમય બાકી નથી રહ્યો. ત્યારે તેને લઇને તમામ દેશોએ પોતાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. તેવામાં ભારત માટે સારા સમાચાર આવ્યા છે કે ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટ (Vinesh Phogat) એ ટોક્યો ઓલિમ્પિક 2020 માટે પોતાની જગ્યા નક્કી કરી લીધી છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં પહોંચનાર વિનેશ ફોગાટ (Vinesh Phogat) ભારતની પહેલી ખેલાડી બની ગઇ છે.

વિનેશે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યો
જ્યારે બીજી તરફ વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીતી લીધું છે. આ ચેમ્પિયનશિપમાં વિનેશે 53 કિ.ગ્રા કેટેગરીમાં 4-1 થી મારીયા પ્રેવોલારીકીને હરાવીને કાંસ્ય પદક પણ જીતી લીધું છે.

વિનેશે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર શરૂઆત કરી
વિનેશ ફોગાટે મંગળવારે ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી અને ક્વોલિફિકેશનમાં રિયો ઓલિમ્પિકની મેડલ વિજેતા સ્વીડનની સોફિયા મેટસનને 13-0ના મોટા અંતરથી પરાજય આપ્યો હતો. વિનેશે પહેલા રાઉન્ડમાં સ્વીડનની સોફિયાને 13-0થી હરાવી હતી. તેમજ તેણે પ્રિ ક્વાર્ટરમાં જાપાનની માયુ સામે 0-7થી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રિ-ક્વાર્ટર જીત્યા પછી માયુ ફાઇનલમાં પહોંચી ગઈ હતી, જયારે વિનેશને રેપચેજ રાઉન્ડમાં જગ્યા મળી હતી. આ મેચ પહેલા વિનેશને બ્રોન્ઝ મેડલ જીતવા માટે ત્રણ, જયારે ટોક્યો ઓલિમ્પિકમાં કોટા મેળવવા માટે બે બાઉટ જીતવાની જરૂર હતી.