Home Cricket વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાનના આ સુકાનીને પાછળ પાડ્યો

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાનના આ સુકાનીને પાછળ પાડ્યો

2888
0
Photo Source : Google

15 સપ્ટેમ્બર, (SportsMirror.in), મુંબઇ : વેસ્ટ ઇન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ સીરીઝમાં ભારતે 2-0 થી કબ્જો કરી લીધો છે. ત્યારે ટીમના સુકાની વિરાટ કોહલીએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વિરાટ કોહલીએ હૈદરાબાદ ટેસ્ટમાં પહેલી ઇનીંગમાં 45 રન બનાવ્યા હતા. 45 રન બનાવતાની સાથે જ ટેસ્ટમાં સૌથી વધુ રન કરનાર એશિયાનો સુકાની બની ગયો છે. જ્યારે તેણે 27 રન બનાવ્યા તો પાકિસ્તાનના પૂર્વ સુકાની મિસ્બાહ ઉલ હકનો સુકાનીના રૂપમાં સૌથી વધુ રન બનાવવાનો એશિયન કેપ્ટનનો રેકોર્ડ પણ તોડી દીધો હતો.

કોહલીએ સુકાની તરીકે 65.12ની એવરેજથી 4233 રન કર્યા
વિરાટ કોહલીએ સુકાની તરીકે 42 મેચોમાં 65.12ની એવરેજથી 4233 રન બનાવી લીધા છે. કોહલીની ટેસ્ટ મેચોમાં કુલ 24 સદી છે. જેમાથી સુકાની તરીકે 17 સદી ફટકારી છે. જ્યારે મિસ્બાહે 56 મેચોમાં પાકિસ્તાનની આગેવાની કરતા 51.39ની એવરેજથી 4214 રન બનાવ્યા હતા. મિસ્બાહે આ દરમિયાન 8 સદી ફટકારી હતી. મિસ્બાહ બાદ હવે વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર એશિયન ટેસ્ટ કેપ્ટન બની ગયો છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ 109 મેચોમાં 8659 રન બનાવીને ટોપ પર છે. એલન બોર્ડર 93 મેચોમાં 6623 રન બનાવીને બીજા અને રિકી પોન્ટિંગ 77 મેચોમાં 6542 રન બનાવીને ત્રીજા સ્થાને છે.

વિરાટ હાલમાં આ યાદીમાં આઠમાં નંબરે છે. ટીમ ઈન્ડિયાના સુકાની તરીકે મહેન્દ્ર સિંહ ધોની બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ધોનીએ 60 મેચોમાં 3454 રન બનાવ્યા છે. સુકાની તરીકે સુનીલ ગાવસ્કરે 47 મેચોમાં 3449 રન બનાવ્યા હતા.