Home Cricket સુકાની વિરાટ કોહલીએ આ બે યુવા ક્રિકેટરોના કર્યા ભરપેટ વખાણ

સુકાની વિરાટ કોહલીએ આ બે યુવા ક્રિકેટરોના કર્યા ભરપેટ વખાણ

2916
0
Photo Source : Google

15 સપ્ટેમ્બર, (SportsMirror.in), મુંબઇ : ભારતીય ટીમે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને 10 વિકેટે હરાવી શ્રેણી 2-0 થી કબ્જે કરીને ઘરઆંગણે સતત 10મી સીરિઝ જીતવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. જોકે પુરી બીજી ટેસ્ટનો હિરો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ રહ્યો જેણે બન્ને ઇનીંગમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે પુરી સીરિઝનો હિરો યુવા ક્રિકેટર પૃથ્વી શો રહ્યો હતો. તેણે પોતાની પહેલી જ ટેસ્ટમાં પહેલી સદી નોંધાવી હતી. તેને મેન ઓફ ધ સીરિઝનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક યુવા ક્રિકેટર રીષભ પંતનું પણ સીરિઝમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું.

સુકાની કોહલીએ પૃથ્વી અને રીષભ પંત વિશે કહી આ વાત…
સીરિઝ જીત્યા બાદ ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ રીશભ પંત અને પૃથ્વી શોના ભરપુર વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, તમે તમારા પર કેટલો વિશ્વાસ કરો છો એ સૌથી મહત્વનું છે. તમને તમારી જાત પર વિશ્વાસ હોય તો તમે ટેસ્ટ ક્રિકેટમાં સારો સ્કોર કરી શકો છો. પૃથ્વી શોને લઈને કોહલીએ કહ્યું કે, પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં મેન ઓફ ધ શ્રેણી પસંદ થવું ખુબ મોટી વાત હોય છે.  પૃથ્વી શાનદાર ખેલાડી છે. પંતને તેણે નિર્ભિક ગણાવ્યો હતો. આ સાથે તેણે કહ્યું કે, કેટલીક જગ્યાએ તેને ધ્યાન આપવાની જરૂર છે, તેને જણાવવામાં આવશે. પરંતુ બંન્ને ખેલાડી ખુબ પ્રતિભાવના છે અને ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નક્કી કરી રહ્યાં છે. તેને ખ્યાલ છે કે ટીમમાં સામેલ થવા અને બન્યા રહેવા માટે શું જરૂરી છે.

આ શ્રેણીમાં ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ઉમેશ યાદવે પોતાના કેરિયરમાં પ્રથમવાર મેચમાં દસ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. તે કપિલ દેવ અને જવાગલ શ્રીનાથ બાદ સ્થાનીક ક્રિકેટમાં 10 કે તેનાથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે.