Mumbai (SportsMirror.in) : માન્ચેસ્ટર યુનાઈટેડ અને ઈંગ્લેન્ડના દિગ્ગજ ફૂટબોલર વેન રુની (Wayne Rooney) એ ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી અને હવે તે સેકન્ડ ટીયર ટીમ-ડર્બી કાઉન્ટીના ફુલટાઈમ મેનેજર તરીકેની જવાબદારી સ્વીકારી છે. ક્લબે શુક્રવારે તેની પૃષ્ટિ કરી હતી.
35 વર્ષીય વેન રુની (Wayne Rooney) નવેમ્બરથી જ ક્લબના વચગાળાના મેનેજર હતા પરંતુ હવે ક્લબ મેનેજમેન્ટે તેમને 2.5 વર્ષનો ફુલ કોન્ટ્રાક્ટ આપી દીધો છે. ક્લબના આ નિર્ણય બાદ રુનીએ ખેલાડી તરીકે નિવૃત્તિ લીધી છે. ઈંગ્લેન્ડ માટે 120 મેચ રમી ચૂકેલા રુનીએ 53 ગોલ કર્યા છે. તે ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે.
આ પણ વાંચો : ઇન્ડિયન ઓરેંજની સામે I-League ચર્ચિલ બ્રદર્સનું અભિયાન શરૂ કરશે
ક્લબ ફૂટબોલની વાત કરીએ તો વેન રુની (Wayne Rooney) માન્ચેસ્ટર યુનાઈટેડ માટે પણ રમી ચૂક્યા છે અને ક્લબ માટે સૌથી વધુ ગોલ પણ કર્યા છે. માનચેસ્ટ યુનાઈટેડથી અલગ થયા બાદ થોડા સમય માટે તે એવર્ટન માટે પણ રમ્યો અને પછી મેજર લીગ સૉકર માટે અમેરિકા રમવા પણ ગયા. તે પછી રુનીએ ડર્બી કાઉન્ટી સાથે કરાર કર્યો.
Author: Sarah Ali