Home Women Cricket ઇંગ્લેન્ડ પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ જાહેર

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ જાહેર

6879
0
Women Cricket team

Mumbai (SportsMirror.in) : વિશ્વમાં કોરોના વાયરસની મહામારીના કારણે બંધ થયેલ તમામ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ હવે ધીમે ધીમે ચુસ્ત સુરક્ષા – કાયદા વચ્ચે ફરી શરૂ થઇ રહ્યા છે. ત્યારે હવે મહિલા (Women Cricket) ક્રિકેટની પણ શરૂઆત થઇ રહી છે. જેમાં હાલમાં જ થયેલી જાહેરાત પ્રમાણે વેસ્ટ ઇન્ટિઝ મહિલા ક્રિકેટ ટીમ સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડશે. જ્યા તે ઇંગ્લેન્ડ મહિલા (Women Cricket) ટીમ સાથે પાંચ મેચની ટી20 સીરિઝ રમશે. જેને પગલે ગુરૂવારે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ સામેની ટી20 સીરિઝ માટે મહિલા ટીમની જાહેરાત કરી દીધી છે. બોર્ડે ટી20 શ્રેણી માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

તમને જણાવી દઇએ કે આ ટી20 શ્રેણી જૈવ સુરક્ષિત વાતાવરણમાં ખાલી સ્ટેડિયમમાં શ્રેણી રમાડવામાં આવશે. વેસ્ટ ઇન્ડીઝ સાથેની પાંચ ટી -20 મેચ 21, 23, 26, 28 અને 30 સપ્ટેમ્બરના રોજ ઇંગ્લેન્ડના ડર્બી સ્ટેડિયમ ખાતે રમાશે.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ તેમની મુખ્ય ફાસ્ટ બોલર અનિસા મોહમ્મદ વિના ઇંગ્લેન્ડની યાત્રા કરશે. વૈશ્વિક કોરોના વાયરસ રોગચાળા અને મુસાફરી પ્રતિબંધોને લીધે અનીસા પ્રવાસથી ખસી ગઈ.

ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ (Women Cricket) આ પહેલા ભારત અને સાઉથ આફ્રિકા ટીમ સાથે ત્રિકોણીય સીરિઝની મેજબાની કરવાની હતી. પરંતુ કોઇ કારણોસર ભારતીય ક્રિકેટ બોર્ડે આ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેચી લીધું હતું. ત્યાર બાદ કોરોના વાયરસની વિશ્વમાં ફેલાયેલી મહામારીના કારણે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે પણ ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડવા માટે ઇનકાર કરી દીધો હતો.

 

જાણો, 5 ટી20 મેચની સીરિઝ ક્યારે અને ક્યા સમય પર રમાશે
1st ટી20 મેચ – 21 સપ્ટેમ્બર, સોમવાર (10 PM, IST)
2nd ટી20 મેચ – 23 સપ્ટેમ્બર, બુધવાર (10 PM, IST)
3rd ટી20 મેચ – 26 સપ્ટેમ્બર, શનિવાર (16:30 PM, IST)
4th ટી20 મેચ – 28 સપ્ટેમ્બર, સોમવાર (10 PM, IST)
5th ટી20 મેચ – 30 સપ્ટેમ્બર, બુધવાર (10 PM, IST)

સીડબ્લ્યુઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોવિડ -19 સંબંધિત ચિંતાને કારણે તમામ ખેલાડીઓને ટીમની પસંદગીને નકારવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. અનીસા મોહમ્મદ એકમાત્ર ખેલાડી હતી જેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જવાનું આમંત્રણ સ્વિકાર્યું નહી.

ટીમમાં બિન અનુભવી ખેલાડી કેસિયા શલ્ત્ઝની કોવિડ -19 માટે આ અઠવાડિયામાં 30 ઓગસ્ટે ઇંગ્લેન્ડ જવા રવાના થશે. જોકે તે પહેલા ટીમના તમામ ખેલાડીઓના પરીક્ષણ કરવામાં આવશે.

આ પણ વાંચો : વેસ્ટ ઇન્ડિઝ સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડમાં 5 મેચની ટી20 સીરિઝ રમશે

વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટી20 ટીમ :
સ્ટેફની ટેલર (સુકાની), આલિયાહ અલેને, શેમેન કૈંપબેલ, બ્રિટની કુપર, શમિલિયા કૉનેલ, ડિઆંડ્રા ડોટિન, અફી ફ્લેચર, ચેરી ફ્રેજર, શબિકા ગજનબી, શેનતા બ્રિમંડ, ચેંલે હેનરી, લી-એની કિર્બી, હૈલી મૈથ્યુજ, નતાશ મૈક્લીન, ચેડિયન નેશન, કરિશ્મા રામહૈક, કેશિયા શુલ્ટ્જ, શકીરા સેલમાન.

Author : Vishal Vaja